Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જ્યારે કૉંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે. - અમિત શાહ

ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જ્યારે કૉંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે. - અમિત શાહ
નવી દિલ્હી: , શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (19:16 IST)
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. શનિવારે કાર્યકારણીની બેઠકને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, ભાજપ મેકિંગ ઇન્ડિયામાં લાગી છે, જ્યારે કૉંગ્રેસ બ્રેકિંગ ઇન્ડિયામાં લાગી છે. તેની સાથે અમિત શાહે કાર્યકર્તાઓને મોદી સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી.
 
વર્ષ 2019થી પહેલા વિપક્ષી એકજૂટતાની કોશિશો પર નિશાન સાધતા શાહે મહાગઠબંધનને જૂઠ પર આધારિત ગઠબંધન ગણાવ્યું હતું. જ્યારે કાર્યકર્તાઓ સાથે એનું સત્ય જનતા સામે લાવવા માટે ક્યું હતું. તેમણે મહગઠબંધનને છેતરપિંડી અને ભ્રામક જુઠ ગણાવ્યું હતું.  ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે શાહના હવાલાથી જણાવ્યું હતું કે કાર્યકારિણીની બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું યોગદાન યાદ કર્યું હતું.
 
અમિત શાહે કહ્યું કે, યુવાઓ, મહિલાઓ અને ખેડૂતો માટે મોદી સરકારે અનેક યોજનાઓ લોન્ચ કરી છે, જે જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. ખેડૂતોની પાક વીમા યોજના, ગરીબો માટે આયુષ્માન યોજના છે. આ યોજનાઓ વિશે ગામથી લઈને શહેર સુધી લોકોને જાણકારી આપવાની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલને શરદ યાદવે પાણી પીવડાવ્યું, ખબર પૂછવા રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે