1. જો તમે માછલી(Fish) ને એક દિવસથી વધુ રાખવા માંગો છો તો ફિશને સાફ કરીને તેના પર મીઠુ, હળદર અને વિનેગરનુ મિશ્રણ લગાવીને ફ્રિજમાં મુકો
2. ઈંડાની ભુર્જીને સ્પંજી બનાવવા માટે ઈંડા ફંટતી વખતે તેમા 3 ટીસ્પૂન દૂધ મિક્સ કરો.
3. પ્રોન્સ, કે કોઈ પણ ફિશ કે સીફૂડની મહેક દૂર કરવા માટે તેને પહેલા મીઠુ અને લીંબૂના રસમાં મેરીનેટ કરીને 15-20 મિનિટ માટે છોડી દો. પછી પાણીથી ધોઈ લો.
4. મટનની ડિશ બનાવતી વખતે તેમા કોકોનટ શેલ (નારિયળના છાલટા) નાખો. તેનાથી મટન જલ્દી બફાય છે.
5. મીટને ફ્રિજમાંથી કાઢીને 1 કલાક મુકી દો. તેનાથી મીટનુ તાપમાન સામાન્ય થઈ જશે અને તે જલ્દી પાકશે. સાથે જ તમે તેને જો પૈનમાં ફ્રાઈ કરશો તો એ ચોટશે પણ નહી.
6. લાંબા સમય સુધી ગ્રિલ કરવા કે સીંક પર પકવતી વખતે જો તમે મીટને ભીનુ રાખવા માંગો છો તો આગ પાસે પાણીથી ભરેલુ વાસણ મુકો. પણ ધ્યાન રાખો કે આ મીટથી દૂર રહે.
7. મીટને મેરિનેટ કરવા માટે ક્યારેય પણ એલ્યુનિનિયમ કે લોખંડના વાસણનો ઉપયોગ ન કરો. કારણ કે તેમા રહેલ એસિડ (વિનેગર કે લીંબુ) મેટલ સાથે પ્રતિક્રિયા કરે છે.
8. નરમ કબાબ બનાવવા માટે મિશ્રણને વધુ સમય સુધી મેરિનેટ ન કરશો. પણ કબાબને ખૂબ થોડુ વધુ બફાવા દો
9. મીટ બાફતા પહેલા તેમાં 1 ટેબલસ્પૂન મઘ મિક્સ કરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
10. મીટને ડીપ ફ્રિજરમાં મુકતા પહેલા સારી રીતે ક્લિગં ફિલ્મમાં રૈપ કરી લો.
11. મીટને થોડીવાર ડીપ ફ્રીજરમાં મુક્યા બાદ કાપો. તેનાથી તે સહેલાઈથી કપાય જાય છે.
12. મટન કે ચિકન બનાવતી વખતે જો તેમા પાણી છે તો તેજ તાપ પર સીજવા દો. પાણી સૂકાય જાય પછી મટન/ચિકનને ધીમા તાપ પર પકવો.
13. મટન કે ચિકનને મેરિનેટ કર્યા બાદ ઓછામા ઓછા 30 મિનિટ સુધી જરૂર રાખી મુકો. મેરિનેટ કર્યા બાદ જેટલુ વધુ સમય મટન/ચિકન રાખશો તે એટલુ જ વધુ ટેસ્ટી બનશે.