garba dress ideas- હાલો રે હાલો!! ગરબાની બીટ વાગે ઑન રિપીટ વાગે નોરતા ની રમઝટ આવી ગઈ છે. "હે આવી ગઈ રાત ને ભૂલી બધી વાત" ગરબા નાઈટ માટે દરેક ગુજરાતીઓમાં ઉત્સાહ ભરેલુ હોય છે ગરબાનો મજો ગુજરાતી ડ્રેસ પહેરીને જ આવે છે જેમાં દરેક ગુજરાતી એકદમ સરસ લાગે છે. ગરબામાં મોટાભાગના લોકો ચણીયા ચોલી પહેરે છે પરંતુ જો તમારે આ ગરબા 2023માં કંઈક પહેરવો હોય તો
જો તમે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવા માંગતા હો, તો તમે સાડી પહેરીને આ નવરાત્રી ને ખાસ બનાવી શકો છો. ચાલો જોઈએ આવી જ કેટલીક સુંદર વસ્તુઓ
1. આ સાડી સાથે સરસ જેવેલરી આ લુકને વધારે સુંદર બનાવી નાખે છે. તમે પણ આ પ રકારના લુક ટ્રાઈ કરી શકો છો. તે એક સરળ દેખાવ છે પરંતુ આ લુક તમને ખૂબ જ ખાસ બનાવશે. જો તમે આ લુકને સંપૂર્ણ રીતે તૈયાર કરશો તો તમારો લુક કોઈપણ ચણીયા ચોલી કરતા વધુ સુંદર લાગશે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ સાડી પસંદ કરી શકો છો.ઉપરાંત, તમે 2 સાડીઓ સાથે પણ આ દેખાવ બનાવી શકો છો.
2. આ લુક પણ ખાસ છે. તમે આ રીતે કોઈ બાંધણીની સાડી કે લહેરિયાની સાડી થી આ લુકને તૈયાર કરી શકો છો. આ લુક માટે સૌથી જરૂરી છે જવેલરી. તમે આ લુક માટે ઓક્સીડાઈઝની હેવી જ્વેલરી પહેરો જેનાથી આ લુક તે ખૂબ જ અદ્ભુત દેખાશે. તમે આ સાડી સાથે બ્લેક મેટલ મંગ ટિક્કા પણ પહેરી શકો છો જે તમારા દેખાવને વધુ સુંદર બનાવશે.
3. આ લુક માટે તમે 2 સાડીઓનો ઉપયોગ કરી શકો છો. તમે આના જેવી કોઈપણ ગુજરાતી સાડી મેળવી શકો છો જે તમારા ગરબાને ખાસ બનાવી શકે છે. આ લુકમાં તમે હેવી જ્વેલરી કે નોર્મલ પહેરી શકો છો. જ્વેલરી પહેરી શકો છો. તમે ગુજરાતી પાઘડી પણ પહેરી શકો છો જે તમારા દેખાવને એકદમ યુનિક અને સારી બનાવશે. જો તમારી સાડી ખૂબ ભારે છે તો તમારે વધારે પડતી જ્વેલરીની જરૂર રહેશે નહીં.
4. આ સિંપલ કૉટ્નની સાડી છે. તમે આ પ્રકારની સાડી ઑનલાઈન ખરીદી શકો છો. સાથે જ તમે ઑક્સીડાઈઝની ટ્રેડિશનલ જવેલરીનો ઉપય્ગ કરો જેનાથી તમારો આ લુક ખૂબ ટ્રેડિશનલ લાગશે. આ પ્રકારની સાડી ખૂબ જ હળવી હોય છે જેથી તમે સરળતાથી ગરબા કરી શકો.
5. આ પ્રકારના લુક પણ ગરબામાં સુંદર લાગશે. તમને ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરીને બેલ્ટનો ઉપયોગ કરવુ છે. તમે બ્લેક મેટલની જ્વેલરીનો બેલ્ટ પણ પહેરી શકો છો. આ લુક માટે તમારા બ્લાઉઝમાં સારું વર્ક હોવું જોઈએ જેથી તમારો લુક બહુ સિમ્પલ ન લાગે. ઉપરાંત, આ પ્રકારની બેગની મદદથી, તમે તમારા દેખાવને વધુ સર્જનાત્મક બનાવી શકો છો.