Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માતાના 51 શક્તિપીઠ - શૂચિ નારાયણી શક્તિ પીઠ- 11

Sarvani Shakti Peeth Kanyakumari
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (15:20 IST)
Shakti Peeth, Shuchi- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન 
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને 
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ. 
 
શૂચિ- નારાયણી શક્તિપીઠ કન્યાકુમારી - તમિલનાડુના કન્યાકુમારી તિરૂવંતપુરમ રોડ પર શુચિતીર્થમ શિવ મંદિર છે, જ્યાં માતાનું ઉપરનું દાંત (ઉધ્ર્વદંત)  પડયા હતા તેની શક્તિ નારાયણી અને ભૈરવ સંહાર 
અથવા સંકુર કહેવાય છે. આ શક્તિપીઠ કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળથી 13 કિલોમીટર દૂર શુચિન્દ્રમમાં સ્થિત ભગવાન શિવના મંદિરમાં સ્થિત છે. એવું માનવામાં આવે છે કે દેવી હજી પણ અહીં છે
 
મહર્ષિ ગૌતમના શાપથી ઈંદ્રને અહીં મુક્તિ મળી હતી અને તે શુચિતા એટલે કે પવિત્ર થઈ ગયા હતા. તેથી તેનુ નામ શુચીદ્રમ પડ્યું. શુચીદ્રમ આ વિસ્તારને જ્ઞાનવાનમ વિસ્તાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દેવીએ બાણાસુર રાક્ષસનો વધ કર્યો હતો. અહીંના મંદિરમાં નારાયણી સ્વરૂપમાં માતાની ભવ્ય પ્રતિમા છે અને તેમના હાથમાં માળા છે. આ મંદિરમાં ભદ્રકાળીનું મંદિર પણ આવેલું છે જે દેવી સતીને મિત્ર પણ ગણવામાં આવે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Alert ! સુરતમાં ગરબા રમતાં 26 વર્ષીય યુવકનું મોત, નવરાત્રી શરૂ થતા પહેલા જ ગરબાએ 4 નો લીધો ભોગ