Jwala devi shaktipeeth- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા. જ્યારે ભગવાન
શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું. બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને
વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
જ્વાલા દેવી- જ્વાલામુખી સિદ્ધિકા (અંબિકા) તેને જ્વાલાજી સ્થાન કહે છે. જ્વાલાદેવીનુ મંદિર હિમાચલના કાંગડા ઘાટીના દક્ષિણમાં 30 કિમીની દૂરી પર સ્થિત છે. અહીં માતા સતીના 51 શક્તિપીઠમાંથી એક છે. અહીં માતાની જીભ પડી હતી. તેની શક્તિ છે કે સિદ્ધિકા (અંબિકા) અને ભૈરવને ઉન્મત્ત કહેવાય છે.
હજારો વર્ષોથી અહીં સ્થિત દેવીના મોઢેથી 9 જ્વાલાઓ પ્રગટી રહી છે જેને ઓલવવાની કોશિશ અકબરે કરી હતી પણ તે અસફળા રહ્યો. આ જ્વાલાઓ 9 દેવીઓ મહાકાલી, મહાલક્ષ્મી, સરસ્વતી,અન્નપૂર્ણા, ચંડી, વિંધ્યવાસિની, હિંગળાજ ભવાની, અંબિકા અને અંજના એ દેવીનું સ્વરૂપ છે. કહે છે કે સત્યયુગમાં મહાકાળીના મહાન ભક્ત રાજા ભૂમિચંદે એક સ્વપ્નથી પ્રેરિત આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.. જે પણ આ રહસ્યમય મંદિરની મુલાકાતે સાચા દિલથી આવે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગુરુ ગોરખનાથે અહીં તપસ્યા કરી હતી.