rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી પહેલા ઘરની બહાર કરો આ વસ્તુઓ... નહી તો નહી મળે દેવીનો આશીર્વાદ

navratri tips
, શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025 (12:46 IST)
navratri tips
નવરાત્રીનો તહેવાર ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. આ વર્ષે, શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.

 
નવ દિવસ સુધી, દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ભક્તો ઘટ સ્થાપના કરે છે, ઉપવાસ કરે છે અને નવ કન્યાઓની પૂજા કરીને ઉત્સવનું સમાપન કરે છે.
 
ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પ્રાર્થના અને ઉપવાસ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને તે આખા વર્ષ દરમિયાન તેના ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. જો કે, એવું પણ કહેવામાં આવે છે કે આ પવિત્ર તહેવાર પહેલા ઘરમાંથી કેટલીક નકારાત્મક અને અશુભ વસ્તુઓ દૂર કરવી જોઈએ.
 
એવું માનવામાં આવે છે કે જો આ વસ્તુઓ ઘરમાં હાજર હોય, તો દેવી દુર્ગા ત્યાં વાસ કરતી નથી, અને ગરીબી, તણાવ અને દુર્ભાગ્યની અસરો વધી શકે છે.  તો ચાલો જાણીએ નવરાત્રી શરૂ થાય તે પહેલાં ઘરમાંથી કંઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ તેના વિશે માહિતી 
 
નવરાત્રી પહેલા ઘરમાંથી હટાવી દો આ 8 વસ્તુઓ 
 
૧. તૂટેલી મૂર્તિઓ અને ફોટા 
ઘરમાં રાખેલી દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ અને ફોટા અશુભ માનવામાં આવે છે. નવરાત્રી પહેલા આને કોઈ પવિત્ર સ્થળે વિસર્જન કરવું જોઈએ.
 
૨. ફાટેલા અને જૂના કપડાં
કબાટમાં મુકેલા નકામા અને ફાટેલા કપડાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. તેને કાઢીને તેનુ દાન કરો.
 
૩. બંધ ઘડિયાળ
ઘરમાં બંધ ઘડિયાળ દુર્ભાગ્ય અને અવરોધોનો સંકેત આપે છે.  આવી ઘડિયાળો રિપેર કરાવી લો અથવા નવરાત્રી પહેલા ઘરમાંથી કાઢી નાખો.
 
૪. તૂટેલા કાચ અથવા વાસણો
ઘરમાં તૂટેલા બારીના કાચ, અરીસા અથવા વાસણો રાખવા અશુભ માનવામાં આવે છે. નવરાત્રી પહેલા બારી કે બારણાના કાચ તૂટ્યા હોય તો તેને રિપેયર કરાવો અને વાસણોને ઘરની બહાર કરો.  
 
૫. સૂકો અને વાસી ખોરાક
ઘરમાં લાંબા સમય સુધી બનાવી મુકેલા વાસી નાસ્તો અથવા અનાજ જે બગડ્યા હોય તે ઘરમા નકારાત્મક ઉર્જા ફેલાવે છે. નવરાત્રી  દરમિયાન, ઘર હંમેશા સ્વચ્છ અને તાજા ખોરાકથી ભરેલું હોવું જોઈએ.
 
૬. કરોળિયાના જાળા અને ધૂળ
ઘરના ખૂણામાં કરોળિયાના જાળા અને ધૂળ દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાના આગમનને અટકાવે છે. નવરાત્રી પહેલા ઘરને સારી રીતે સાફ કરો.
 
૭. તૂટેલા ઇલેક્ટ્રોનિક્સ
ઘરમાં પડેલા ખરાબ ટીવી, મોબાઇલ ફોન, મિક્સર અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે. તેમને રિપેર કરાવો અથવા ઘરની બહાર ફેંકી દો.
 
૮. સૂકા છોડ અથવા સુકાઈ ગયેલા ફૂલો
ઘરમાં રાખેલા સૂકા છોડ અથવા સુકાઈ ગયેલા ફૂલો પણ અશુભ માનવામાં આવે છે. નવરાત્રી  પહેલા આને દૂર કરો અને તાજા અને લીલા છોડ વાવો.
 
9 અને છેલ્લે ઘરની સફાઈ થઈ ગયા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો. 
 
તો મિત્રો આ હતી માહિતી નવરાત્રી પહેલા ઘરની સફાઈ વિશે.. જો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રી વ્રતની થાળી - ફરાળી પરાઠા