rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri 2025: નવરાત્રિમાં જરૂર કરો આ વસ્તુઓની ખરીદી, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

navratri shopping
, ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2025 (18:35 IST)
navratri shopping
Navratri 2025: સોમવાર 22 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પાવન તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન માતા રાનીના નવ જુદા-જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે.  નવરાત્રીના નવ  દિવસ ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ અપાવનારા માનવામાં આવે છે.  આ દરમિયાન કેટલીક વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.  આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે કે કંઈ કઈ વસ્તુઓ નવરાત્રીમાં ખરીદીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે.   
 
શૃંગાર સામગ્રી -  નવરાત્રિ દરમિયાન શ્રૃંગાર સામાન ખરીદવો શુભ માનવામાં આવે છે. નવરાત્રીમાં શૃંગાર સામગ્રી ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શૃંગાર સામગ્રીની ખરીદી કરવા માટે સપ્તમી, અષ્ટમી અને નવમી ખૂબ શુભ માનવામાં આવે છે. 
  
દેવી-દેવતાઓની મૂર્તિ - નવરાત્રીના પાવન પર્વ દરમિયાન તમે દેવી-દેવતાઓની મૂર્તિ કે તસ્વીર પણ લગાવી શકો છો. આ દરમિયાન ઈષ્ટદેવની મૂર્તિ ઘરે લાવવી પણ શુભ માનવામાં આવે છે. દેવી-દેવતાઓની મૂર્તિ ઘરે લાવવાથી જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ તમને થાય છે. 
 
આ શુભ છોડને પણ ઘરે લાવી શકો છો   - તમે નવરાત્રી દરમિયાન તુલસી, શમી, મની પ્લાંટ, કેળા વગેરે છોડ ઘરે લાવી શકો છો. નવરાત્રીમાં આ છોડને ઘરમાં લગાવવા ખૂબ શુભ હોય છે. આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સાથે જ વાસ્તુ દોષથી પણ તમને મુક્તિ મળે છે. 
 
કામઘેનુ ઘરે લાવો - નવરાત્રીમાં જો તમે કામઘેનુની મૂર્તિ ઘરે લાવો છો તો ધન ધાન્યની સાથે જ તમને આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. કામઘેનુની મૂર્તિ ઘરમાં લાવવાથી દરેક પ્રકારના આર્થિક સંકટથી તમને મુક્તિ મળી શકે છે. 
 
ઘર અને જમીનની ખરીદી કરવી પણ શુભ  - નવરાત્રીના શુભ અવસર પર તમે નવું ઘર કે વાહન પણ ખરીદી શકો છો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ સમય દરમિયાન ઘર કે જમીનનો ટુકડો ખરીદવાથી શુભ પરિણામો મળે છે.
 
તમે નવું વાહન ખરીદી શકો છો - નવરાત્રી દરમિયાન નવું વાહન ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે નવરાત્રી દરમિયાન શનિવારે વાહન ખરીદો છો, તો તે તમને ફક્ત લાભ જ લાવશે. આવું વાહન ટકાઉ હોય છે અને તેને વધારે ખર્ચની જરૂર હોતી નથી.
 
તમે નવરાત્રી દરમિયાન આ વસ્તુઓ ઘરે પણ લાવી શકો છો
નવરાત્રીના નવ દિવસ દરમિયાન, તમે ચાંદીનો સિક્કો, શ્રી યંત્ર, ચંદન અને કળશ ખરીદીને દેવી દુર્ગાના આશીર્વાદ પણ મેળવી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2025- નવરાત્રી આઠમ નું મહત્વ