Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

Navratri 2021 - જાણો નવરાત્રીમાં નવ દિવસ માતાને કયા નૈવેદ્ય અર્પણ કરવામા આવે છે

navratri bhog and prasad
, શનિવાર, 9 ઑક્ટોબર 2021 (20:09 IST)
માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે. 
નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ 
 
લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 
 
પ્રથમ દિવસ:
પ્રથમ કે નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને પહાડની ‘પુત્રી' તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચઢાવે છે.

 
બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણી અને તપશ્ચારિણી રૂપમાં પૂજન કરાય છે.  બીજા દિવસે શ્રદ્ધાળુઓ લીલા વસ્ત્રો પહેરે છે અને માતાને ખાંડનો ભોગ લગાવે છે.
રંગ -   લીલા
ભોગ-    ખાંડનો ભોગ 
 
ત્રીજા રૂપમાં ચંદ્રઘટાની પૂજા કરાય છે અને માતાની કૃપાથી સાધકને  બધા કષ્ટોથી છુટકારો મળી જાય છે. 
આ દિવસે શ્રદ્ધાળુઓ ગ્રે  રંગનાં વસ્ત્રો પહેરે છે અને દેવીને દૂધ અથવા ખીરનો ભોગ ચઢાવે છે.
રંગ -   ગ્રે 
ભોગ-   ખીરનો ભોગ 
 
 
માતા કુષ્માંડાની પૂજા ચોથા નવરાત્રિમાં કરવાનું  વિધાન છે.
રંગ -   નારંગી
ભોગ-   માલપુઆનો ભોગ 
 
પાંચમા નવરાત્રી માં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા કરવામા આવે  છે.
પંચમીનાં દિવસે સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે અને દેવીને કેળાનો ભોગ લગાવાય છે. 
રંગ -   સફેદ વસ્ત્રો
ભોગ-   કેળાનો ભોગ
 
છઠ્ઠી નવરાત્રી માં માતા  કાત્યાયના રૂપની પૂજા કરવામાં આવે છે.  
રંગ -  લાલ
ભોગ-  મધનો ભોગ
 
આ દિવસે શ્રદ્ધાળુઓ લાલ કપડાં પહેરે છે અને દેવીને ખુશ કરવા માટે મધનો ભોગ ધરાવે છે.
 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવેલી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રીમાં કરાય છે. 
રંગ - આસમાની
ભોગ-  ગોળનો ભોગ
 
આદિશક્તિ માં દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા આઠમા નવરાત્રીમાં કરાય છે. દેવીને લીલા રંગની સાડી પહેરાવવામાં આવે છે. 
 
રંગ - લીલો  
ભોગ- નાળિયેર 
 
દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી 
નવમા નવરાત્રીના દિવસે નવ દુર્ગાની  શ્રી સિદ્ધિદાત્રી  રૂપની પૂજા અને આરાધના કરવામા આવે છે. 
રંગ - પર્પલ જાંબળી 
ભોગ- તલનો ભોગ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)