Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો

benefit of garba
શનિવાર, 1 ઑક્ટોબર 2022 (15:26 IST)
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે. 
 
આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ગરબામાં ગોળ ફરીને, હાથ-પગ, ખભા, કમર, ગળા વગેરે જેવા શરીરનાં અંગોનો ઉપયોગ કરીએ છીએ, જે સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક છે.
 
ગરબા રમતાં આપણે જ્યારે આગળ કે પાછળની બાજુમાં નમીએ છીએ, જેથી કરોડરજ્જુ વધારે ફ્લેક્સીબલ બનતાં કરોડરજ્જુ સંબંધિત બિમારીઓથી છુટકારો મળે છે.
 
ગરબા રમવાથી વજન ઓછું થાય છે, ચરબી ઉતરે છે. એટલે કે પાતળા પણ થવાય છે અને પેટ સપ્રમાણ રહે છે. ફીટ રહે છે. નમીને આગળ તાળી લેવાના ગરબા રમવાથી પેટની પણ જરૂરી કસરત થઇ જાય છે. 
 
ગોળ ફરીને પગનાં પંજા પર ભાર આપીને  લેવાના ગરબાથી પગની કસરત પણ થાય છે. જુતા વગર ગરબા રમતી વખતે પગ સીધા જ જમીનને સ્પર્શતા હોવાથી એક અનોખુ એકયુપ્રેશર થાય છે. 
 
ગરબા રમતી વખતે તાલ અને લયનો પુરો ખ્યાલ રાખવામાં આવે છે. ક્યારેક ધીમો, કયારેક મધ્યમ તો ફાસ્ટ . આ પ્રક્રિયાથી હ્રદયની ગતિ પણ વધે છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે. વેઈટ લીફ્ટીંગ કરતાં ગરબા વધુ ઉપયોગી છે. 
 
નીચે નમીને ગરબા રમવાનાં દરેક સ્ટેપ્સ કરવાથી પેટનાં સ્નાયુઓ માટે ખુબ ઉપયોગી છે. ગરબા રમતાં રમતાં રાઉન્ડ લગાવીએ છીએ, જે મગજ અને લોહીના પરીભ્રમણ માટે ખુબ સારૂં છે. જેનાથી ચક્ચર આવવાની બિમારી થતી નથી.
 
ગરબા રમતી વખતે જ્યારે આપણે આગળ-પાછળ ફુટબોલની જેમ કીક મારીએ છીએ, તેનાથી પગનાં સ્નાયુઓને ખુબ કસરત મળે છે. 
 
ગરબામાં જ્યારે સાઈડ, બેક અને ડાઉન બેન્ડીંગ સ્ટેપ્સ લઈએ છીએ. તેને કારણે મોટી ઉંમરે કમર અને ઢીંચણની બિમારી થતી નથી. 
 
સંગીતથી માનસિક રીતે માણસ પ્રસન્ન રહે છે. સંગીત વગર કસરત કરવાથી દસ મિનિટ બાદ થાક લાગે છે. તેથી ગરબા રમતી વખતે થાક લાગતો નથી, કારણ કે તેમાં સંગીત વાગતું હોય છે. 
 
જ્યારે દાંડીયા રમવાથી પણ ફાયદા થાય છે. કાંડુ વધુ ફ્લેક્સીબલ બને છે. ગ્રીપ મજબૂત બને છે. આંખો, હાથોમાં બરાબર કોન્ટેક્ટ થવાથી શરીરનાં દરેક ભાગમાં એકદમ બરાબર કો-ઓર્ડીનેશન થાય છે.
 
ગાડી ચલાવતી વખતે બેક, ગીઅર, રેસ વગેરેનો ઉપયોગ કરવાનો હોય છે. જેથી હાથમાં દર્દ થાય છે. પણ દાંડીયા રમવામાં આવે તો આ સમસ્યા ઓછી થાય છે. ટેનિસ એલ્બોની સમસ્યા પણ ઓછી થઈ શકે છે. જેને ખૂબ ઝડપથી શરદી, ખાંસી થતી હોય, તે પણ ઓછી થઈ જાય છે. 
 
ગરબા સાથે જોડાયેલા રોચક તથ્ય...
 
એક કલાક સતત ગરબા રમવાથી શરીરની 300 કેલેરી બળી જાય છે
 
હ્રદયના ધબકારા સામાન્ય રીતે 72 હોય છે, જે 100-120 થઈ જાય છે.
 
જે લોકો ડિપ્રેશન કે હતાશામાંથી પસાર થતાં હોય, તેમના માટે ગરબા મૂડ એલિવેશન જેવા છે. 
 
કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો...
 
ગરબા કે ગરબાની પ્રેક્ટીસમાં જતાં પહેલાં સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવાનું ન ભુલવું. ખાસ કરીને કાંડુ, ખભા અને પગને ક્લોકવાઈઝ, એન્ટી ક્લોકવાઈઝ, ઉપર-નીચેની દિશામાં ફેરવીને કસરત કરવી. અને, ઉપરોક્ત બધા ફાયદા જોઈતાં હોય તો ગરબા રમવા જાવ. અને, દરરોજ ઘરમાં જ કસરત કરતાં રહો.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો