સોમવારે રાત્રે, મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર એક દ્રશ્યે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ગાઢ ધુમ્મસને કારણે સામેનુ ઓછુ દેખાતુ હતુ. અને સાત બસો અને ત્રણ કાર, જે ઝડપથી દોડી રહી હતી તે એક બીજા સાથે અથડાઈ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આકાશમાં ઉંચી જ્વાળાઓ જોવા મળી રહી હતી, અને સળગતી બસોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મથુરામાં સોમવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જ્યાં યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસને કારણે અનેક વાહનો અથડાયા. સાત બસો અને ત્રણ કારમાં અકસ્માત થયો હોવાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા.
કેવી રીતે થઈ દુર્ઘટના
સોમવારે રાત્રે લગભગ 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો બસોમાં સૂઈ રહ્યા હતા. અચાનક થયેલી હિંસક ટક્કરે બધાને આઘાત લાગ્યો. ટક્કર બાદ બસોમાં આગ લાગી ગઈ અને લોકો બહાર નીકળવા માટે દોડી ગયા. ઘણા લોકો સમયસર બચી ગયા, પરંતુ ચાર લોકો આગમાં ફસાઈ ગયા અને તેમના જીવ ગયા.
રાહત અને બચાવ અભિયાન ચાલુ
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ ઓલવવા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયાસો શરૂ થયા. મથુરાના એસએસપી શ્લોક કુમારે જણાવ્યું કે સાત બસો અને ઘણી કાર અથડાઈ હતી, અને ચારથી વધુ બસોમાં આગ લાગી હતી. મોટાભાગના ઘાયલોની હાલત સ્થિર છે, પરંતુ કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, 25 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટનાનો વીડિયો વાયરલ થતા ભય ફેલાયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અકસ્માતની ભયાનકતા દર્શાવે છે. ઉંચી જ્વાળાઓ, સળગતી બસો અને ચીસો કંપાવી દે તેવી છે.