Wayanad landslides: કેરળના વાયનાડમાં કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 3 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ વાયનાડ પહોંચશે અને આપત્તિગ્રસ્ત પરિવારોને મળશે.
કેરળના વાયનાડ જિલ્લામાં સોમવારે થયેલા ભૂસ્ખલન બાદ અહીંના ચાર ગામો સંપૂર્ણપણે સાફ થઈ ગયા છે. આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે અને હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે. ડ્રોન, NDRF, SDRF, સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત કામ કરવા છતાં સેના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી. હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. સેનાને આશા છે કે આજે બપોર પહેલા પુલ પર વાહનવ્યવહાર શરૂ થઈ જશે.
મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.
આર્મી, એરફોર્સ, NDRF, SDRF, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે.
અત્યાર સુધીમાં 3 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ભારે વરસાદ વચ્ચે કાદવ, પથ્થરો અને વૃક્ષોના મોટા ટુકડાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આર્મીના જવાનો ચુરલમાલા અને મુંડક્કાઈ વચ્ચે તૂટી પડેલા પુલને ફરીથી બનાવવામાં વ્યસ્ત છે જેથી બચાવ કામગીરી ઝડપી કરી શકાય. એવી અપેક્ષા છે કે ચુરલમાલાથી મુંડક્કાઈને જોડતો આ 190 ફૂટનો પુલ આજે બપોર સુધીમાં તૈયાર થઈ જશે.