કેરલાના વાયનાડ જીલ્લામાં ભારે વરસાદથી મંગળવારે સવારે ભીષણ લૈડસ્લાઈડ થયુ છે. લૈંડસ્લાઈડની અનેક ઘટનાઓમાં કાટમાળમાં દબાવવાથી 43 લોકોના મોત થયા છે. આ ઘટનામાં મોટાપાયા પર નુકશાન થવાનો અંદાજ છે.. વાયનાડના મેપ્પાડી, મુબદક્કઈ અને ચૂરલ મલા પહાડીઓ પર લૈંડસ્લાઈડ થયુ છે. અધિકારીઓ મુજબ પહેલુ લૈંડસ્લાઈડ મુબદક્કઈમાં રાત્રે લગભગ 1 વાગે થયુ.
અધિકારીઓએ જણાવ્યુ કે બીજુ લેંડસ્લાઈડ ચૂરલ માલામાં સવારે 4 વાગે થયુ. એ સમયે ત્યા બચાવ અભિયાન ચાલી રહ્યુ હતુ. કૈપના રૂપમાં કામ કરનારા એક શાળા, એક ઘર, એક સ્કુલ બસ બધા કથિત રૂપે પૂરમાં ડૂબી ગયા અને કીચડ તેમજ પાણીથી ભરાય ગયા
પુલ પડી જવાથી 400 પરિવાર ફસાયા
રિપોર્ટ મુજબ ચૂરલ માલા શહેરમાં એ પુલ ઢસડી ગયા પછી 400થી વધુ પરિવાર ફસાયેલો છે. અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર છે અને અનેક ઘર વહી ગયા છે. સમગ્ર ક્ષેત્રમાં વીજળી ગુલ થવાને કારણે નુકશાનનો અંદાજ હાલ લાગી શક્યો નથી.
રેસ્ક્યુ ઓપરેશનમાં જૂટી સરકારી એજંસી
કેરલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યુ કે બધી સરકારી એજંસીઓ રેસ્ક્યુ ઓપરેશનમાં લગાવી દેવામાં આવી છે. એવુ બતાવાય રહ્યુ છે કે પરિસ્થિતિ વધુ બગડી શકે છે. ઘટનાની માહિતી થયા પછી જ સરકારી તંત્ર બચાવ કાર્યમાં લાગી ગઈ છે.. અનેક મંત્રી વાયનાડ પહોચશે અને ગતિવિધિઓનુ નેતૃત્વ કરશે. બચાવ કાર્ય માટે કન્નૂર ડિફેંસ સિક્યોરિટી કોરની બે ટીમો જલ્દી જ ઘટનાસ્થળ પર પહોચશે. વાયુસેનાના બે હેલીકોપ્ટર 7:30 વાગે સુલૂરથી ઉડાન ભરશે.
ઈમરજેંસી નંબર રજુ કરવામાં આવ્યા
કેરલના મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી છે કે વાયનાડ જીલ્લામાં ભૂસ્ખલન સહિત વરસાદને ધ્યાનમાં રાખતા સ્વાસ્થ્ય વિભાગ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશને એક નિયંત્રણ કક્ષ ખોલ્યો છે. હેલ્પલાઈન માટે 9656938689 અને 8086010833 નંબર રજુ કરવામાં આવ્યા છે.
ભારે વરસાદની ચેતાવણી
આ દરમિયાન મોસમ વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન કેરલના મલપ્પુરમ અને કન્નૂર જીલ્લા માટે ચેતાવણી રજુ કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન કેરલના કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ત્રિશુર અને મલપ્પુરમ જીલ્લામાં જુદા જુદા સ્થાન પર ભારેથી બહુ ભારે વરસાદની ચેતાવણી આપી છે.