Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં એવો પડ્યો વરસાદ કે નવી સંસદમાં ભરાય ગયુ પાણી

delhi rain
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (13:09 IST)
Water Logging in New Parliament House- બુધવારે દિલ્હીમાં વરસાદ બાદ નવી સંસદ બિલ્ડીંગમાં પાણી ભરાવાને કારણે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ અંગે નોટિસ પણ આપી છે. 
 
કોંગ્રેસે સંસદમાં વોટર લોગિંગ પર સવાલ ઉઠાવતા આ નોટિસ આપી છે.
મણિકમ ટાગોર બી, તમિલનાડુની વિરુધુનગર સીટના કોંગ્રેસના સાંસદ. નોટિસ જારી કરતાં તેમણે લખ્યું હતું કે, "હું તમને આ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની દરખાસ્ત લાવવાની મંજૂરી મેળવવાના મારા ઇરાદા વિશે જણાવું છું, જેથી મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ શકે."
 
 
લીકેજ સાથે અનેક જગ્યાએ  જમા થયુ  પાણી
લોકસભા અધ્યક્ષને સંબોધિત કરતા લખેલા આ લેટરમા મણિકમ ટેગોરને લખ્યુ છેકે મે બુધવારે થઈ ભારે વરસાદ પછી ચિંતાઓ જણાવી રહ્યુ છુ કે કાલે વરસાદ પછી સંસદ ભવનમાં લૉબીમાં પાણી લીકેજ થયુ અને ઘણી જગ્યાઓ પાણી ભરી ગયુ. જે રસ્તાથી ભારતના રાષ્ટ્રપતિ નવા સંસદ ભવનમાં પ્રવેશ કરતા હતા ત્યાં પર આ પરેશાની છે. આ ઘટના બિલ્ડીંગમાં તે હાલની સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે, તેમ છતાં તેને માત્ર એક વર્ષ થયું છે.
 
નવી બિલ્ડીગ નિરીક્ષણ કરવાની માંગ 
મણિકમએ આગળ લખ્યુ છે કે આ સમસ્યાથી ઉબરવા માટે હું બધા દળના સાંસદ હું એક વિશેષ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂકું છું, જે બિલ્ડિંગનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. કમિટી પાણી લીકેજના કારણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બિલ્ડીંગની ડીઝાઈન અને મટીરીયલનું પણ મુલ્યાંકન કરવામાં આવશે. આ પછી, જરૂરી સમારકામની ભલામણ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી પછી હવે જયપુરમાં બેસમેંટમાં પાણી ભરવાથી 3 ના મોત, મૃતકોમાં એક 4 વર્ષની બાળકી પણ