Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UPSC Civil Services Result 2023: યૂપીએસસી ફાઈનલ રિઝલ્ટ જાહેર, 1143 થયા પાસ, આમાથી કેટલા બનશે IAS?

25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ

upsc resutl
નવી દિલ્હી. , મંગળવાર, 16 એપ્રિલ 2024 (16:18 IST)
upsc resutl
  (UPSC Civil Services Result 2023). લાંબી રાહ જોયા બાદ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ UPSC પરીક્ષાના ત્રણેય તબક્કામાં હાજર રહ્યા હતા તેઓ તેમનું અંતિમ પરિણામ upsc.gov.in અને upsconline.nic.in પર જોઈ શકે છે. UPSC CSE 2023 ના પરિણામમાં કુલ 1143 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો પાસ થયા છે. તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવારો UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે.
 
આ 25 ગુજરાતીઓમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે. જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા,કંચન મનિષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા, અને મીણા માનસીનો સમાવેશ થાય છે.આ તમામને IAS, IPS, IFS, ગ્રુપ A અને ગ્રુપ B સેવાઓમાં સરકારી નોકરીઓ ઓફર કરવામાં આવશે.
 
UPSCમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે
 
1143 માંથી 180 બનશે આઈએએસ 
 
સંઘ લોક સેવા આયોગે કુલ 1143 ઉમેદવારને સફળ જાહેર કર્યા છે. તેમાથી 180 આઈએએસ ઓફિસર બનશે.  
 
UPSC Result 2023: 300 થી વધુ ઉમેદવારોનુ અટક્યુ.  
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC CSE 2023નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે પરંતુ હાલમાં 355 ઉમેદવારોને તેમના પરિણામો મળશે નહીં. વાસ્તવમાં, UPSC એ વિવિધ કારણોસર 355 ઉમેદવારોનું પરિણામ કામચલાઉ રાખ્યું છે. મતલબ કે આ ઉમેદવારોનું પરિણામ પછીથી જાહેર કરી શકાશે. ઉમેદવારોને અપડેટ્સ માટે UPSC ની અધિકૃત વેબસાઇટ તપાસતા રહેવાની સલાહ આપવામાં આવે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસા કોઈના પણ હોય, પરસેવો મારા દેશનો હોવો જોઈએ, લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ANI ને આપ્યો ઈંટરવ્યુ