Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૂપી સરકારનુ મોટી એલાન, BPL પરિવારોને આપશે મફત વીજળી

યૂપી સરકારનુ મોટી એલાન, BPL પરિવારોને આપશે મફત વીજળી
, મંગળવાર, 28 માર્ચ 2017 (11:31 IST)
ઉત્તર પ્રદેશમાં ગરીબીની રેખાની નીચે રહેતા પરિવારોને મફત વીજળી કનેક્શન અને અન્યને યોગ્ય માસિક હપ્તા પર 100 ટકા નાણાકીય પોષણની સુવિદ્યા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય વીજળી મંત્રી પીયૂષ ગોયલે રાજ્યના વીજળી મંત્રી શ્રીકાંત શર્મા અને વિભાગના અધિકારીઓ સાથે આગામી 24 મહિનામાં ઉત્તર પ્રદેશમાં વીજળી ક્ષેત્રમાં મૂળથી ફેરફાર લાવવા પર આજે અહી મૈરાથન બેઠક કરી. 
 
માહિતી મુજબ બેઠકમાં અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા જેમા ગ્રામીણ અને શહેરી બી.પી.એલ પરિવારોને મફત વીજળી કનેક્શન અને ગરીબી રેખાથી ઉપર રહેતા પરિવારોને યોગ્ય ઈ.એમ.આઈ પર 100 નાણાકીયપોષણ વિકલ્પ આપવામાં આવશે.  આ કનેક્શન સામાજીક-આર્થિક જનગણનાના તાજા આંકડાના આધાર પર આપવામાં આવશે. 
 
આ ઉપરાંત સામાન્ય માફી યોજના પણ શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ એ બધા પરિવારો અને વાણિજ્યિક કનેક્શનવાળાને મળશે જે કાયદેસર વીજળી કનેક્શન લેવા માંગે છે. બેઠકમાં આ નિર્ણય પણ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર કેન્દ્રની સાથે બધા માટે વીજળી દસ્તાવેજ પર મધ્ય એપ્રિલ 2017 સુધી હસ્તાક્ષર કરશે. 
 
ગોયલે આ અવસર પર કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં ઉજાલા ક્રાંતિ લાવવી પડશે અને આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કામ કરશે.  લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન ગોયલે કહ્યુ કે બંને સરકારો રાજ્યમાં નિકટ ભવિષ્યમાં બધાને ચોવેસ કલાક સસ્તી અને ગુણવત્તાપૂર્ણ વીજળી આપવાનુ કામ કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind. vs Aus. Live - ટીમ ઈંડિયાએ વિરાટની કપ્તાની હેઠળ સતત સાતમી શ્રેણી જીતી, ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યુ