Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ind. vs Aus. Live - ટીમ ઈંડિયાએ વિરાટની કપ્તાની હેઠળ સતત સાતમી શ્રેણી જીતી, ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યુ

Ind. vs Aus. Live -  ટીમ ઈંડિયાએ વિરાટની કપ્તાની હેઠળ સતત સાતમી શ્રેણી જીતી, ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યુ
, મંગળવાર, 28 માર્ચ 2017 (10:57 IST)
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈંડિયાએ શ્રીલંકાને તેની જ ધરતી પર વર્ષ 2015માં હરાવીને ટેસ્ટ શ્રેણી જીતવાની જે શરૂઆત કરી હતી તે સતત ચાલુ છે. ટીમ ઈંડિયાએ હવે ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવીને સતત સાતમી શ્રેણી જીત નોંધાવી છે. મંગળવરે તેમને ધર્મશાળામાં કંગારૂ ટીમને 8 વિકેટથી હરાવી દીધુ. આ સાથે જ તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર પણ કબજો કરી દીધો. જે ઓસ્ટ્રેલિયાની પાસે હતી.  ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ શ્રેણી રોમાંચથી ભરપૂર રહી. જ્યા પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત નોંધાવી તો બીજી બ આજુ બીજા ટેસ્ટમાં ભારતે કમબેક કર્યુ. જ્યારે કે ત્રીજી ટેસ્ટ ડ્રો રહી. આવામાં ધર્મશાલા ટેસ્ટ શ્રેણીના હિસાબથી નિર્ણાયક થઈ ગઈ હતી. ટીમ ઈંડિયાએ શ્રેણી પર કબજો કરવા માટે 106 રનની જરૂર હતી જે તેને 2 વિકેટ ગુમાવીને મેળવી લીધા. લોકેશ રાહુલ (51) અને અજિંક્ય રહાણે (38 રન, 27 બોલ, 4 ચોક્કા, 2 છક્કા) અણનમ પરત ફર્યા. 

Ind. Vs Aus. score card 
 
જીત માટે 106 રનના લક્ષ્યના જવાબમાં ભારતે સ્ટંપ સુધી વિકેટ ગુમાવ્યા વગર 19 રન બનાવી લીધા જેનાથી તેમને 4 દિવસની અંદર શ્રેણી જીતવા માટે 87 રનની જરૂર છે. લોકેશ રાહુલે પૈટ કમિંસના શરૂઆતની ઓવરમાં 3 બાઉંડ્રી મારીને ઘરેલુ ટીમ માટે લય નક્કી કરી દીધી. તેઓ 13 રન બનાવીને ક્રીજ પર છે. તેમની સાથે મુરલી વિજય 6 રન બનાવી ચુક્યા છે. રવિન્દ્ર જડેજા (63 રન અને 18 ઓવરમાં 24 રન આપીને 3  વિકેટ) સ્ટાર રહ્યા પણ રવિચંદ્રન અશ્વિન (13.5 ઓવરમાં 29 રન આપીને ત્રણ) અને ઉમેશ યાદવ (10 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ)એ પણ પોતાની ભૂમિકા સારી રીતે અદા કરી જેનાથી ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ માત્ર 53.5 ઓવરમાં જ સમેટાઈ ગયા. 
 
મેચનુ વલણ ભારતના પક્ષમાં કરાવવામાં બે કારકોએ મુખ્ય ભૂમિકા ભજવી જેમા જડેજા હાફ સેંચુરીથી ભારતીય ટીમ પ્રથમ દાવમાં 332 રન બનાવવામાં સફળ રહી અને ઓસ્ટ્રેલિયાના મુખ્ય બેટ્સમેન સ્ટીવ સ્મિથના ભુવનેશ્વર કુમારની બોલ પર ખરાબ શાટ પસંદ રહ્યો.  ગ્લેન મૈક્સવેલ(45) અને પીટર હૈડ્સકોંવ (18)એ ચોથી વિકેટ માટે 56 રનની ભાગીદારી સકારાત્મક જજ્બા બતાવ્યો પણ ઉછાળ ભરેલી પિચ પર બંને માટે ક્રીજ પર લાગ્યા રહેવુ સરળ નહોતુ. મૈથ્યૂ વેડ (90 બોલમાં 25 રન)એ સારુ રક્ષાત્મક વલણ અપનાવ્યુ પણ આટલુ જ પુરતુ નહોતુ. કારણ કે બીજા છેડે વિકેટ પડતી રહી.  ભુવનેશ્વર કુમાર ભાગ્યશાળી રહ્યા જ્યારે સ્મિથે તેમની શાર્ટ બોલને પુલ કરવાનો પ્રયાસ કર્યો અને આ તેમના બેટને વાગીને ઓફ સ્ટંપ ઉખાડી ગયો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરા જીમમાં થયેલ દુર્ઘટનાથી લોકો કાંપી ઉઠ્યા