Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અવિશ્વાસ પ્રસ્તાવ - મોદીની એક કાંકરે બે પક્ષી મારવાની રાજનીતિ છે ?

અવિશ્વાસ પ્રસ્તાવ - મોદીની એક કાંકરે બે પક્ષી મારવાની રાજનીતિ છે ?
, બુધવાર, 18 જુલાઈ 2018 (16:18 IST)
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો છે. તેમણે તેના પર આગામી 10 દિવસની અંદર ચર્ચા કરાવવાનુ પણ આશ્વાસન આપ્યુ છે. ત્યારબાદથી સરકારની સ્ટ્રેંથને લઈને તમામ કયાસ શરૂ થઈ ગયા છે. પણ તમામ ચર્ચાઓ છતા  એ નક્કી છે કે આ પ્રસ્તાવનુ પરિણામ શુ આવશે.  તેને પડવાની જ છે અને આ ઊંધા મોઢે પડશે.  રસપ્રદ ઢંગથી આ વાત પ્રસ્તાવ રજુ કરનારાઓ પણ જાણે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તીરથી બે નિશાન સાધવા જઈ રહ્યા છે.  એક તો સંસદને સુચારૂ રૂપથી ચલાવવી અને બીજો વિપક્ષની એકતાને બતાવવી. 
 
આ પ્રસ્તાવ રજુ કેમ કરવામાં આવ્યો ? અને આ સવાલનો જવાબ એ છે કે આ બહાને કોંગ્રેસ 2019ની ચૂંટણી માટે પોતાના મહાગઠબંધનની શક્યતાઓ તોલવા માંગે છે.  પ્રસ્તાવનુ સમર્થન મળેલ મતોથી દેખીતુ રહેશે કે કયુ દળ કયુ પરિણામ લાવે છે. હાલ બીજેપી પાસે પોતાના જ એટલા સાંસદ છે જે સરકાર બચાવવા જોઈએ. બીજેપીના પોતાના 271 સાંસદ છે જે સમગ્ર વિપક્ષ પાસે હાજર કુલ 231 સીટોથી 40 વધુ છે.  એનડીએને મેળવી લો તો સત્તાધારી ગઠબંધન પાસે 314 સંસદ છે. આવામાં જો એનડીએની બીજી સૌથી મોટી સહયોગી પાર્ટી શિવસેના પણ જો પ્રસ્તાવ વિરોધ વોટ કરે છે તો પણ સરકારનો વાળ પણ વાંકો નહી થાય. 
 
ભવિષ્યની રણનીતિ 
 
ઉલ્લેખનીય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ વિશુદ્ધ રૂપથી ભવિષ્યની રણનીતિ છે. આ બહાને કોંગ્રેસને આ જાણ થઈ જશે કે કોણ તેની સાથે આવી શકે છે. કોણ બીજેપીથી નારાજ છે વગેરે.  અને એ જ આધાર પર ફરી 2019ની રણનીતિ બનવાની છે. જો કે આ સમીકરણ બીજેપી પાસે પણ રહેશે.  માની લો કે શિવએના બીજેપીથી દૂર થઈ જાય પણ બીજી બાજુ એઆઈએડીએમકે બીજેપી સાથે આવી જાય છે તો ?  આ સ્થિતિમાં તો બીજેપી વધુ મજબૂત થઈ જશે. એઆઈએડીએમકે પાસે 37 સીટો છે અને હાલ તે કોઈ પક્ષમાં નથી.  શિવસેના પાસે 18 સીટ છે. મતલબ બીજેપીની શક્તિ બમણી વધશે.   બીજી બાજુ કોંગ્રેસને પણ આ ખબર પડી જશે કે વાઈએસઆર કોંગ્રેસ અને બીજદનુ તેમને લઈને શુ વિચાર છે.   આ એ વસ્તુ છે જેને બંને પાર્ટીએ ચૂંટણી પહેલા સ્પષ્ટ કરવાનુ છે. પ્રસ્તાવ જ્યોતિરાધિત્ય સિંધિયા દ્વારા રજુ કરવામાં આવ્યો. તેનુ પણ મહત્વ છે. આ કોંગ્રેસની અંદરની રાજનીતિનો સંકેત છે.  ટૂંકમાં આ બધો અવિશ્વાસ પ્રસ્તાવ જ સંકેત જોવા અને સમાજવાની કોશિશ માત્ર છે. 
 
શુ છે પક્ષવાર સ્થિતિ - જો હવે અવિશ્વાસ પ્રસ્તાવ આવી જ ગયો છે તો પક્ષવાર સ્થિતિની પણ ચર્ચા જરૂરી છે. લોકસભાની કુલ નક્કી સીટ સંખ્યા 545 છે. બે નામિત અને એક સ્પીકરને કાઢીને આ 542 છે.  બીજેપી પાસે 271 અને એનડીએ પાસે 314 સાંસદ છે.  સમગ્ર વિપક્ષ પાસે 231 સાંસદ છે.  તેમાથી કોંગ્રેસવાળી યૂપીએ પાસે 66 સાંસદ છે. જે દળ કોઈના તરફ નથી  તેમની પાસે 153 સાંસદ છે. તેમા જ એઆઈએડીએમકે, બીજદ, તૃણમૂળ અને તેલગુદેશમ વગેરેનો સમાવેશ છે.  12 સાંસદ અન્યોમાં છે જેમા મોટાભાગના આઝાદ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, માણાવદરમાં ૧૧ ઇંચ જુઓ ક્યા કેટલો વરસાદ