Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મગજ ફરેલા પિતાએ ત્રીજી દીકરીના જન્મ થતા ગુસ્સામાં પટકીની મારી નાખી

The father killed third daughter was born
, શુક્રવાર, 2 જૂન 2023 (13:43 IST)
ત્રીજી પુત્રીનું જન્મ થતા પિતાએ પટકીની મારી નાખી - ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં એક પિતાએ પોતાની દીકરીને એટલા માટે મારી નાખી કે તે તેની ત્રીજી દીકરી હતી. હાલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
 
પિતાએ બાળકીને જમીન પર ફેંકી દીધીઃ 
શબ્બોએ 28 મેના રોજ પ્રસૂતિ દરમિયાન બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. જ્યારે ફરહાન તેની બાળકીને જોવા પહોંચ્યો ત્યારે સાળી સુનૈનાએ નવજાત બાળકીને તેના જીજાને સોંપી દીધી. આરોપ છે કે આ દરમિયાન ફરહાન ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાની બાળકીને જમીન પર પટકી દીધી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. ઘટના બાદ માસૂમ બાળકીને સારવાર માટે લખનઉ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. નવજાત શિશુના મૃત્યુના સમાચાર મળ્યા બાદ શબ્બો રડતા રડતા ખરાબ હાલતમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીનું ચોંકાવનારું નિવેદન