બેંગલુરૂનો બન્નેરઘટ્ટા નેશનલ પાર્કમાં વન્ય જીવોને ખૂબ પ્રાકૃતિક વાતાવરણમાં રાખવામાં આવે છે. નેશનલ પાર્ક હોવાને કારણે અહી મુસાફરોને જાળીથી પેક ગાડીઓમાં ફેરવવામાં આવે છે. લોકોને ખૂબ આરામથી રસ્તા પર વાઘથી લઈને સિંહ અને દિપડા ફરતા જોવા મળી જાય છે. ત્યાનો એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોશો કે લીલા રંગની બસમાં ફરવા માટે મુસાફરો બેસ્યા છે. બસમાં ચારે બાજુ મજબૂત જાળી લાગેલી છે. ત્યારે એક દિપડો અચાનક બસની પાસે આવી જાય છે અને તે લોકોને જોવા માંડે છે. એટલુ જ નહી તે પોતાના આગળના બંને પગ બસની બારી પર મુકી દે છે. એટલામાં બસ ધીરે ધીરે આગળ નીકળી જાય છે. પણ દિપડો પણ તેમને ફોલો કરતો જાય છે. વીડિયોના અંત સુધી દિપડો બસની પાછળ પાછળ ચાલતો જોવા મળે છે. આ વીડિયો ઈંટરનેટ પર હાલ છવાય ગયો છે. યુઝર્સને પણ આ ખૂબ રસપ્રદ લાગી રહ્યો છે. વીડિયોને X પર અનિલ બુદુર લુલ્લાએ પોતાના હૈંડલ @anil_lulla પર શેયર કર્યો છે.
વીડિયોને રવિવારની રાત્રે શેયર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેને 67 હજાર વ્યુઝ મળી ચુક્યા છે. અનેક યુઝર્સે આ વીડિયો પર કમેંટ પણ કરી છે. એક યુઝરે લખ્યુ છે - મારા અંકલ આઈએફએસ ઓફિસર છે અને અમને જાણવા મળ્યુ છે કે બનેરઘટ્ટામાં જાનવરોને બેહોશ કરવામાં આવે છે તેથી તો આવી હરકત કરે છે.
અન્ય યુઝરે લખ્યું છે - મને નવાઈ લાગી રહી છે કે તે કોને શોધી રહ્યો છે. ત્રીજાએ લખ્યું છે- કોઈએ પોતાની બારી ખુલ્લી છોડી દીધી હોય તેવું લાગે છે. ચોથાએ લખ્યું છે - શું તે પોતાનો ચહેરો બતાવવા ગયો હતો? અન્ય એક યુઝરે લખ્યું- લાગે છે કે તે સીટ રોકવા ગયો હતો પણ મળી નહી. બાય ધ વે, આ વીડિયો જોયા પછી તમે શું કહેવા માગો છો? તમારો અભિપ્રાય કોમેંટમા જણાવો