Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Telangana IAF Plane Crash - મિનિટોમાં પ્લેન બળીને રાખ, બે પાયલોટના મોત, 8 મહિનામાં IAFનુ ત્રીજુ પ્લેન એક્સીડેંટ

IAF Plane accident
નવી દિલ્હી , સોમવાર, 4 ડિસેમ્બર 2023 (12:30 IST)
ભારતીય વાયુસેનાનું એક પ્રશિક્ષણ વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.
 
શુ છે પુરો મામલો ?
ઉલ્લેખનીય છે કે વાયુસેનાના અધિકારીના હવાલાથી સમાચાર સામે આવ્યા છે કે વિમાન ક્રેશ થવાને કારણે બે પાયલોટનુ મોત થયુ છે. ભારતીય વાયુ સેનાના બે પાયલોટ એ સમયે માર્યા ગયા જ્યારે તેમનુ પિલાટસ વિમાન તેલંગાનાના ડિંડીગુલ સ્થિત વાયુ સેના અકાદમીમાં પ્રશિક્ષણ દરમિયાન 8.55 વાગે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. પાયલોટમાં એક પ્રશિક્ષક અને એક કૈડેટ સામેલ હતા.  
 
IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.
 
છેલ્લા 8 મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે. આ પહેલાં જૂનમાં ટ્રેઇની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું. મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cyclone Michong - બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે ખતરનાક બનશે, ગુજરાતમાં તેની કેવી અસર થશે?