Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક શિક્ષક ક્યારેય રિટાયર નહી થાય - નરેન્દ્ર મોદી

એક શિક્ષક ક્યારેય રિટાયર નહી થાય - નરેન્દ્ર મોદી
, શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (17:29 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે શિક્ષણ વ્યવસાય નથી પણ જીવન ધર્મ છે. મોદીએ આશા બતાવી કે શિક્ષકો ભારતના ભવિષ્યનુ નિર્માણ કરવાને પ્રોત્સાહન આપશે. 
 
પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ લગભગ 350 શિક્ષકોને પોતાના રહેઠાણ પર અનૌપચારિક વાતચીતમાં કહ્યુ કે ગુજરાતમાં પહેલીવાર મુખ્યમંત્રી બન્યા પછી તેમની બે ઈચ્છાઓ હતી. બાળપણના મિત્રો અને તેમના બધા શિક્ષકોને મળવુ જેમને તેઓને ભણાવ્યા છે.  
 
પીએમે કહ્યુ, 'મારી આ બે ઈચ્છાઓ પુર્ણ થઈ ગઈ. કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપુર્ણ છે. તેમણે કહ્યુ તેમને આશા છે કે પુરસ્કૃત શિક્ષક દિલ્હીની હવાથી પ્રભાવિત નહી થાય. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી ખુદને દિલ્હીના બહારના માણસ તરીકે ઓળખાવી ચુક્યા છે.   
 
મોદીએ કહ્યુ, જો સમાજને પ્રગતિ કરવી છે તો શિક્ષકોએ હંમેશા બે પગલા આગળ ચાલવુ પડશે. તેમણે દુનિયાભરમાં થઈ રહેલ પરિવર્તનોની સમજ હોવી જોઈએ અને તેન આનુરૂપ નવી પેઢીને તૈયાર કરવી પડશે. તેમણે કહ્યુ કે શિક્ષક ક્યારેય રિટાયર નથી થતો અને કાયમ નવી પેઢીને જ્ઞાન આપવાનો પ્રયત્ન ચાલુ રાખે છે. 
 
પ્રધાનમંત્રી કાર્યાલયની જાહેરાત મુજબ આ અનૌપચારિક વાતચીતમાં શિક્ષકોએ અભ્યાસના વિવિધ માપદંડો પર પોતાના વિચારોને સાર્વજનિક કર્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

75 વર્ષના પ્રોફેસર, લગ્નની બેચેનીમાં કરી નાખ્યું આ કામ..