2002ના ગુજરાત રમખાણો દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીન તપાસમાં ક્લીનચિટ આપવા વિરુદ્ધ નોંધાયેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જાન્યુઅરીના ત્રીજા અઠવાડિયા સુધી ટાળવામાં આવી.
આ અરજી કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરીની પત્ની જકિયા જાફારીએ નોંધાવી છે. ગોધરાકાંડ પછી અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પણ હિંસા થઈ હતી. જેમા એહસાનનુ મોત થયુ હતુ.
27 ફેબ્રુઆરી 2002ના ગોધરામાં સાબરમતી ટ્રેનના કોચમાં આગ લગાવી દેવાઈ હતી. તેમા 59 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા મોટાભાગના લોકો અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવક હતા. આ ઘટના પછી ગુજરતમાં રમખાણો ભડક્યા હતા. તેમા લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ગોધરાકાંડને કારણે થયા હતા રમખાણો
ગોધરાકાંડના બીજા દિવસે 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કેટલાક તોફાની તત્વોએ કોંગ્રેસ સાંસદ જાફરી સહિત 69 લોકોની હત્યા કરી નાખી હતી. ઘટના પછી સોસાયટીમાંથી 39 લોકોના શબ મળ્યા હતા. બાકી 30 લોકોના શબ ન મળતા સાત વર્ષ પછી તેમને મૃત માનવમાં આવ્યા હતા. ગુલબર્ગ સોસાયટીમાં 28 બંગલા અને 10 એપાર્ટમેંટ છે. સુપ્રીમ કોર્ટની નજરમાં એસઆઈટીએ ગુલબર્ગ સોસાયટી કેસની ફરીવાર તપાસ કરી હતી. એસઆઈટીએ આ મામલે 66 લોકોની ધરપકડ કરી હતી.
જકિયાનો આરોપ, ફોન કરવા છતા પણ કોઈ બચાવવા ન આવ્યુ
જકિયા જાફરીએ આરોપ લગાવ્યો કે રમખાણો ભડકવા દરમિયાન તેમના પતિ વરિષ્ઠ નેતાઓ અને પોલીસ ઓફિસરોને ફોન કરતા રહ્યા પણ ગુલબર્ગ સોસાયટે સુધી મદદ ન પહોંચી અને તોફાની તત્વોને રોકી શકાયા નહી. રમખાણો સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એસઆઈટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ ક્લોજર રિપોર્ટ દાખલ કરી. તેમા મોદી અને અન્ય ઓફિસરોને ક્લિન ચિટ આપવામાં આવી. તેના વિરુદ્ધ જકિયા જાફરીની અરજીને ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટ અને 2017માં ગુજરાત હાઈકોર્ટે ઠુકરાવી દીધી હતી.