Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત રમખાણો - પીએમ મોદી વિરુદ્ધ જાકિયા જાફરીની અરજી પર સોમવારે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

ગુજરાત રમખાણો - પીએમ મોદી વિરુદ્ધ જાકિયા જાફરીની અરજી પર સોમવારે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
, મંગળવાર, 13 નવેમ્બર 2018 (16:13 IST)
2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા પત્ની છે. કોમી રમખાણો દરમિયાન એહસાન જાફરીને ઝનૂની ટોળા દ્વારા જીવતા સળગાવી દેવાયા હતા. આજે એટલે કે, મંગળવારે ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ AM ખાનવિલકરની બેન્ચે કહ્યું કે, તેઓ આ મામલે 19 નવેમ્બર વધુ સુનાવણી કરશે.
 
ઝાકિયા જાફરીએ કરેલી અરજી પર 5 ઓક્ટોબર, 2017નાં રોજ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, ગુજરાત રમખાણની ફરીથી તપાસ કરવામા આવશે નહી. તે પછી જાફરીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટેને કહ્યું હતુ કે, 2002ના રમખાણ કરાવવા પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેને હાઈકોર્ટે માનવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે તેમને કહ્યું હતું કે, તેઓ આ અંગેની અપીલ કરી શકે છે.
 
અરજીમાં વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ થયેલાં રમખાણ સંબંધે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને SITએ આપેલી ક્લીન ચિટને બરકરાર રાખવાના નીચલી અદાલતના નિર્ણયને પડકાર્યો હતો. દિવંગત પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડના NGO સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસે રમખાણ પાછળ મોટું ગુનાહીત ષડયંત્ર ગણાવ્યું હતું
 
આ કેસમાં તપાસ થતી હતી ત્યારે 2006માં ઝાકિયાએ મોદી સહિત અન્ય મંત્રીઓ સામે પોલીસ કેસની માંગ કરી હતી. બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ગુલમર્ગ સામુહિક હત્યાકાંડ સહિત દંગાના નવ કેસની ફરીથી તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 નાડબ્બાને ફૂંકી દીધા પછી ગુજરાતમાં રમખાણો ભડકી ગયા હતા. રિપોર્ટ મુજબ આગ લગાવેલ ડબ્બામાં કુલ 59 લોક્કો હતા. જેમા મોટાભાગના અયોધ્યાથી પરત ફરી રહેલ કાર સેવક હતા. ત્યારબાદ ફાટી નીકળેલા રમખાણોમાં લગભગ 1 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. મરનારા લોકોમાં સમુદાય વિશેષના લોકોની સંખ્યા ખૂબ વધુ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાપ રે! અમદાવાદની મહિલાના પેટમાંથી આ શું નિકળ્યું?