પૂર અને વરસાદથી બગડેલી જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્ષણ ક્ષણ નજર રાખી રહ્યા છે. પીએમે જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાત કરી અને પૂરની સ્થિતિમાંથી લોકોનો ઉગારવા દરેક શક્ય કોશિશનો વિશ્વાસ અપાવ્યો. બીજી બાજુ સમાચાર છેકે વરસાદ ઓછો થવાથી કાશ્મીરમા પૂરની ચિંતા ઘટી છે. ઝેલમ અને તેની સહાયક નદીઓમાં જળ સ્તર પણ ઘટી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં 13 વર્ષ પછી એપ્રિલના મહિનામાં બરફ અને વરસાદ બંને ચાલુ છે. એ પણ એટલુ કે અનેક સ્થાનો પર એવલાંચ અને લૈંડસ્લાઈડ થઈ રહી છે. તેમા 4 લોકોના મોતના સમાચાર છે. રાજધાની શ્રીનગરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાય ગયુ છે. લોકોની મદદ માટે સેના લગાવવી પડી છે. બીજી બાજુ બટાલિક સેક્ટરમાં આવેલ એવલાન્ચમાં સેનાના 5 જવાન ફસાય ગયા. 2 ને કાઢી લેવામાં આવ્યા. જ્યારે કે ગંભીર રૂપે ઘયાલ થવાને કારણે 2 જવાનોના મોત થઈ ગયા. એક જવાન હજુ પણ લાપતા છે.
ઘાટીમાં આ પહેલા 2004માં મે મહિનામાં બરફ પડ્યો હતો. મહેબૂબા મુફ્તીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે.