આઇપીએલ 10ની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના 185 રનના લક્ષ્યનો પીછો કરતા 19.5 ઓવરમાં 3 વિકેટે ગુમાવીને પડકાર મેળવી લીધો હતો. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટે 14 ઓવરમાં 2 વિકેટે 129 રન અજિંક્ય રહાણે આક્રમક રમત રમી 60 રને આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથ 49 અને સ્ટોક 11 રને રમતમાં છે. મયંક અગ્રવાલ 6 રન બનાવી આઉટ થયો હતો
પુણે સુપરજાયન્ટ તરફથી રહાણેએ 60, કેપ્ટન સ્ટીવન સ્મિથે અણનમ 84 અને બેન સ્ટોકે 21 રનની ઈનિંગ રમી હતી. સ્મિથે અંતિમ ઓવરમાં બે સિક્સ ફટકારીને મેચ જીતાડી હતી. સ્મિથે 54 બોલમાં 7 ફોર અને 3 સિક્સની મદદથી 84 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.