Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઝાદી પછી ઓડિશાને મળી પહેલી મુસ્લિમ ધારાસભ્ય, જાણો કોણ છે સોફિયા ફિરદૌસ ?

sofiya firdaus

વેબ દુનિયા

, બુધવાર, 12 જૂન 2024 (17:52 IST)
sofiya firdaus
Sofia Firdaus : ઓડિશાને પહેલી મુસ્લિમ ધારાસભ્ય મળી છે. આ ધારાસભ્ય ઈતિહાસ રચ્યો છે. કારણ કે આઝાદી પછી ઓડિશામાં આ પહેલી મુસ્લિમ ધારાસભ્ય છે. નામ છે સોફિયા ફિરદૌસ. સોફિયા ફિરદૌસ ઓડિશાની બારાબતી-કટકની કોંગ્રેસ સીટ પરથી જીત નોંધાવીને ચર્ચામાં આવી છે. સોફિયાએ બીજેપીની એક લોકપ્રિય સ્ત્રી રોગ વિશેષજ્ઞ પૂર્ણ ચંદ્ર મહાપાત્રાને 8001 વોટોથી હરાવી છે. 
 
કોણ છે સોફિયા ફિરદૌસ - 
આ ચૂંટણીમાં કોંગ્રેસે તેમને  ઉમેદવાર બનાવ્યા હતા. 32 વર્ષની સોફિયા ફિરદૌસ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સોફિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોહમ્મદ મુકિમની પુત્રી છે. કોંગ્રેસ પાર્ટીએ 2024ની ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં મોકિમના સ્થાને સોફિયા ફિરદૌસને મેદાનમાં ઉતાર્યા, જેઓ વિજયી બની. સોફિયા વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે અને એક રિયલ એસ્ટેટ ફર્મની ડિરેક્ટર છે. તેમણે 2022માં ઈંડિયન ઈસ્ટીટ્યુટ  ઓફ મેનેજમેંટ બેગ્લોરથી એક્જીક્યુટિવ જનરલ મેનેજમેંટ પોગ્રામ પણ પુરો કર્યો.  સોફિયાને વર્ષ 2023માં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભુવનેશ્વર ચેપ્ટરના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે સોફિયાએ બિઝનેસમેન શેખ મેરાજ ઉલ હક સાથે લગ્ન કર્યા છે.
 
નંદિની સત્પથીના પગલે  -  બીજી બાજુ સોફિયા ફિરદૌસ ઓડિશાની પહેલી મહિલા મુખ્યમંત્રી નંદિની સત્પથીના 
પગલે પગલે ચાલે છે.  જેમણે 1972મા આ વિધાનસભ ક્ષેત્રનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024ના ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 147 સીટોમાંથી 78 સીટો જીતીને બહુમત મેળવ્યો અને રાજ્યમાં મુખ્યમંત્રી નવીન પટનાયક અને બીજૂ જનતા દળના 24  વર્ષના શાસનને સમાપ્ત કરી દીધુ. 
 
સોશિયલ પણ છે સોફિયા - સોફિયા સામાજીક કાર્યક્રમોમાં હંમેશા આગળ પડતો ભાગ લેતી રહે છે. તેમણે પોતાના પિતા માટે અનેક વાર ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી સુપ્રીમ કોર્ટ  દ્વારા લોન ફ્રોડ કેસમાં મુકીમની સજા પર રોક લગાવવાથી ઈનકાર કર્યા બાદ કોંગ્રેસે સોફિયાને આ સીટ પરથી ઉમેદવાર બનાવી. 
 
બીજેપીને મળી છે જીત - 2024ના ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 147 સીટોમાંથી 78 સીટો જીતીને બહુમત મેળવ્યો. રાજ્યમાં 24 વર્ષ પછી સત્તા પરિવર્તન થયુ છે.  અત્યાર સુધી નવીન પટનાયક સતત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.  પહેલીવાર તેમની પાર્ટી સત્તામાંથી બહાર થઈ છે.  કોંગ્રેસને રાજ્યમાં 14 સીટો પર જીત મળી છે.   ઓડિશામાં કોંગ્રેસ, બીજેદી અને બીજેપી એકલી ચૂંટણી લડી હતી. ઓડિશામાં પહેલીવાર બીજેપીને સરકાર બનાવવની તક મળી છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળક અકસ્માત કરે તો વાહન માલિકને 3 વર્ષની સજા: ટ્રાફિક DCP સફિન હસન