Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Loksabha Election 2024: ના તો વોટિંગ થયુ કે ન મતગણતરી, છતા પણ અરુણાચલ પ્રદેશમાં જીતી ગયા બીજેપીના આઠ ઉમેદવાર, CM પેમા ખાંડૂનુ પણ નામ

Loksabha Election 2024: ના તો વોટિંગ થયુ કે ન મતગણતરી,  છતા પણ અરુણાચલ પ્રદેશમાં જીતી ગયા બીજેપીના આઠ ઉમેદવાર,  CM પેમા ખાંડૂનુ પણ નામ
, મંગળવાર, 9 એપ્રિલ 2024 (12:42 IST)
Arunachal Pradesh Assembly Elections 2024: અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી શરૂ થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીના આઠ ઉમેદવારોએ જીત મેળવી લીધી. વિપક્ષી દળોના ઉમેદવારો તરફથી નામાંકન પરત લેવા અને નામાંકન રદ્દ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડૂ સહિત આઠ ઉમેદવાર નિર્વિરોધ જીતા ગયા. 
 
પેમા ખાંડૂ સતત પાંચમી વાર સીએમ બનવા તરફ અગ્રેસર છે. આ પહેલા વર્ષ 2011માં તેમણે મુક્તો સીટ પરથી નિર્વિરોધ પેટાચૂંટણી જીતી હતી. જ્યારે તેમના પિતા અને પૂર્વ સીએમ દોરઝી ખાંડૂનુ હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત પછી આ સીટ ખાલી થઈ ગઈ હતી. 
 
આ ઉમેદવારોને મળી જીત 
અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડૂ મુક્તો વિધાનસભા સીટ પરથી, એર હેજ અપ્પા જીરો સીટ પરથી, રોઈંગ સીટ પરથી મુચ્ચુ મીઠી, સગાલી સીટ પરથી એર રાતુ તેચી, ઈટાનગર સીટ પરથી તેજી કાસો, તાલી સીટ પરથી જિક્કી તાકો, તલિયા સીટ પરથી  ન્યાતો ડુકોમે નિર્વિરોધ જીત નોંધાવી. 
 
બીજી બાજુ હયુલિયાંગ વિધાનસભા ક્ષેત્રમાંથી બીજેપી ઉમેદવાર દાસંગલૂ પુલે પણ જીત નોંધાવી કારણ કે આ સીટ પર કોંગ્રેસ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી. દાસંગલૂ પુલને અંજો જીલ્લાની આયરન લેડીના નામથી ઓળખવામાં આવે છે. 
 
19 એપ્રિલે થશે મતદાન 
અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી એક સાથે થશે. 60 સભ્યની વિધાનસભા અને બે લોકસભા ચૂંટણી ક્ષેત્રો (અરુણાચલ પશ્ચિમ અને અરુણાચલ પૂર્વ) માટે મતદાન 19 એપ્રિલના રોજ થશે. 
 
અરુણાચલ પ્રદેશની બે લોકસભા સીટ માટે 15 ઉમેદવાર પોતાનુ નસીબ અજમાવશે. અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે 19 એપ્રિલના રોજ થશે. જે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 માર્ચના રોજ સમાપ્ત થશે. 
 
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણના બે જૂનના રોજ થશે. જ્યારે કે લોકસભા ચૂંટણીના પરિણામ ચાર જૂનના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ્ર રિજિજૂએ કહ્યુ હતુ કે દેશનો મિજાજ બતાડવામાં અરુણાચલ પ્રદેશ સૌથી આગળ છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી  રાજ્યમાં સારો વિકાસ થયો છે અને લોકો તરફથી આટલુ સમર્થન અને આશીર્વાદ મળ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video- પંડિતજીની વાત સાંભળીને દુલ્હન હસવાનું રોકી ન શકી, બીજી જ ક્ષણે વર પણ હસવા લાગ્યો. વિડિઓ જુઓ