Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

અનુચ્છેદ 370 હટાવ્યા પછી ભારતીય સેના અને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવનાર શેહલા રાશિદ કોણ છે ?

કોણ છે શેહલા રાશિદ ?
નવી દિલ્હી. , સોમવાર, 19 ઑગસ્ટ 2019 (13:53 IST)
જેએનયુની રિસર્ચ સ્કૉલર અને કાશ્મીરી નેતા શેહલા રાશિદે અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં લોકો પર અત્યાચાર સાથે જોડાયેલ ખોટા સમાચાર ફેલાવ્યા. તેમણે ટ્વિટર પર ભારતીય સેના અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત 10 ટ્વીટ કર્યા. ત્યારબાદ સેનાએ શેહલાના બધા દાવાને રદ્દ કરતા ફેક ન્યુઝ બતાવ્યા. બીજી બાજુ સોમવારે સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે ફરિયાદ નોંધાવી. તેમની માંગ છે કે સેના વિરુદ્ધ ખોટી અને બેબુનિયાદ વાતો ફેલાવવાને લઈને શેહલાની ધરપકડ થવી જોઈએ. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ શેહલાએ પોતાના ટ્વિટર હૈડલ પર જમ્મુ-કાશ્મીરની હાલત અને ભારતીય સેના સાથે જોડાયેલ ખોટી વાતો લખી છે. તેમણે આરોપ લગાવ્યો કે કાશ્મીર ઘાટીમાં વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘરમાં ઘુસીને સુરક્ષાબળ બાળકો પર જુલમ કરી રહ્યા છે અને પૂછપરછના બહાને યુવાનોને કલાકો સુધી ગિરફ્તાર કરી રહ્યા છે. 
webdunia
 
ભારતીય સેનાએ શેહલા રશિદના દાવાને નકાર્યા છે. સેનાનુ કહેવુ છે કે બધા આરોપ બેબુનિયાદ છે.  કેટલાક અસામાજીક તત્વ અને સંગઠન નફરત ભર્યા ખોટા સમાચાર ફેલાવીને લોકોને ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
કોણ છે શેહલા રાશિદ ?
 
શેહલા રાશિદ જેએનયુની રિસર્ચ સ્કૉલર છે.  2015-16માં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ બની હતી.  આ વર્ષ માર્ચમાં શાહ ફૈસલની પાર્ટી જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેંટ સાથે જોડાય ગઈ હતી. શાહ ફૈસલ પૂર્વ આઈએએસ છે. જેમને નોકરી છોડીને પોતની પાર્ટી બનાવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં