Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાનખેડે સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ- ભ્રષ્ટાચારના આરોપની વિજિલેન્સ તપાસ શરૂ, પદ પર લટકતી તલવાર

વાનખેડે સામે ભ્રષ્ટાચારની તપાસ શરૂ-  ભ્રષ્ટાચારના આરોપની વિજિલેન્સ તપાસ શરૂ, પદ પર લટકતી તલવાર
, સોમવાર, 25 ઑક્ટોબર 2021 (16:22 IST)
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આર્યન ડ્રગ્સકેસમાં સાક્ષી પ્રભાકર સેલે 25 કરોડની લાંચની વાત સાંભળી હોવાની વાત કહી હતી. સમીર વાનખેડેએ કોર્ટમાં બે એફિડેવિટ પણ ફાઇલ કરી છે.
 
મુંબઈ NCBના અધિકારીઓએ તપાસ એજન્સી વિરુદ્ધ થયેલા આરોપોનો વિગતવાર રિપોર્ટ NCBના ડિરેક્ટર-જનરલને સુપરત કર્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્ઞાનેશ્વર સિંહે NCBના ચીફ વિજિલન્સ ઓફિસર પણ છે. તેમણે વાનખેડે વિરુદ્ધ આંતરિક તપાસ સોંપી છે. સમીર વાનખેડે મંગળવાર, 26 ઓક્ટોબરના રોજ દિલ્હી NCB હેડક્વાર્ટર્સમાં રિવ્યૂ મીટિંગમાં હાજર રહેશે.સમીર વાનખેડેએ કોર્ટમાં બે એફિડેવિટ કરીપ્રભાકર સેલના આરોપો બાદ સમીર વાનખેડેએ સોમવાર, 25 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ NDPS (નોર્કોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે. વાનખેડેએ કહ્યું હતું કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમની બહેન તથા સ્વર્ગવાસી માતાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. તે તપાસ માટે તૈયાર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વીજળી મુદ્દે ભૂપેન્દ્ર પટેલનુ નિવેદન