Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુક્રેન પર વર્ષના પ્રથમ દિવસે પણ રશિયાનો હુમલો ચાલુ, ઈરાની ડ્રોનથી બૉમ્બવર્ષા કરી

Russia continued its attack
, સોમવાર, 2 જાન્યુઆરી 2023 (08:28 IST)
યૂક્રેનની સેના અનુસાર, રશિયાએ નવા વર્ષના પ્રથમ દિવસે (રવિવારે) પણ તેમના દેશ પર હુમલો કર્યો હતો.
 
આ હુમલામાં રશિયાએ ઈરાનમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
 
આ હુમલામાં રાજધાની કિવ સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેનાથી યૂક્રેનમાં વીજ પુરવઠા પર ખરાબ અસર પડી છે.
 
જોકે, યૂક્રેનની સેનાએ કહ્યું છે કે, મધરાતથી આવા ડઝનબંધ ડ્રોન પાડી દીધા છે. બીજી તરફ રશિયાએ જણાવ્યું હતું કે, તેણે યૂક્રેનના ડ્રોન બનાવવાના પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.
 
દક્ષિણ યૂક્રેનના ખેરસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ હુમલામાં 13 વર્ષનો એક છોકરો બે વાર ફસાઈ ગયો હતો.
 
જ્યારે તે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે તે પ્રથમવાર પકડાયો હતો. ત્યારબાદ તે હૉસ્પિટલ પહોંચ્યો, ત્યારે ત્યાં પણ રશિયાએ તેના પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એ છોકરાની હાલત ખૂબ જ ગંભીર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Year 2023 Astro Tips: વર્ષના પ્રથમ દિવસે આ 5 શુભ વસ્તુઓ ખરીદો અને ઘરે લાવો, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ આખા વર્ષ દરમિયાન તેમના આશીર્વાદ વરસાવશે.