rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વતંત્રતા પછી પહેલી વાર... પીએમ મોદીએ સંઘ પર રજુ કરાયેલ ટપાલ ટિકિટ અને સિક્કાની ખાસ વિશેષતાઓ કરી જાહેર

RSS commemorative stamp
નવી દિલ્હી , બુધવાર, 1 ઑક્ટોબર 2025 (11:46 IST)
RSS commemorative stamp
. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS)ના 100 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ રૂપથી ડિઝાઈન કરેલ ડાક ટિકિટ અને 100  રૂપિયાનો સ્મારક સિક્કો રજુ કર્યો.  આ આયોજન દિલ્હીના ડો. આમ્બેડકર આંતરરાષ્ટ્રીય કેદ્રમાં RSS શતાબ્દી સમારંભ દરમિયાન થયો.  RSS, જેની સ્થાપના 1925 માં નાગપુરમાં કેશવ બલીરામ હેડગવેર દ્વારા કરવામાં આવી હતી, પોતાના સ્વયંસેવક આધારિત સામાજીક અને સેવા કાર્યો માટે જાણીતી છે. સંગઠને શિક્ષા સ્વાસ્થ્ય વિપદા રાહત અને સામાજીક સેવામાં અનેક યોગદાન આપ્યા છે. સ્મારક ટિકિટ અને સિક્કા આ યોગદાનોનુ જ પ્રતિક છે  
webdunia
RSS commemorative stamp
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટો અને સ્મારક સિક્કા બહાર પાડ્યા છે. ૧૦૦ રૂપિયાના આ સિક્કામાં એક બાજુ રાષ્ટ્રીય પ્રતીક છે, અને બીજી બાજુ ભારત માતાની ભવ્ય છબી છે જેમાં સિંહ સાથે વરદ મુદ્રામાં છે, અને સ્વયંસેવકો તેમને ભક્તિથી નમન કરી રહ્યા છે.
 
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત માતાની છબી ભારતીય ચલણ પર દર્શાવવામાં આવી છે. સિક્કા પર RSSનું સૂત્ર પણ છે: "રાષ્ટ્રાય સ્વાહા, ઇદમ રાષ્ટ્રાય ઇદમ ન મમ."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RBI MPC Decision Today: RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર, જાણો ગવર્નર સંજય મલ્હોત્રાએ બીજું શું કહ્યું?