Rahul Gandhi Speech : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે અને આજે રાહુલ ગાંધી સરકારને ઘેરી શકે છે. જો કે રાહુલ ગઈકાલે જ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવાના હતા, કોંગ્રેસે છેલ્લી ઘડીએ રાહુલ ગાંધીની જગ્યાએ ગૌરવ ગોગોઈને આગળ કર્યા હતા. આજે રાહુલ ચાર્જ સંભાળી શકે છે અને રાહુલને જવાબ આપવા માટે અમેઠીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ બોલી શકે છે. નિર્મલા સીતારમણ અને અમિત શાહ પણ આજે ચર્ચામાં ભાગ લેશે. આ સિવાય રાજ્યવર્ધન સિંહ રાઠોડ, રામકૃપાલ યાદવ અને લોકેટ ચેટર્જીનું નામ પણ આજે વક્તાઓની યાદીમાં છે
સંસદમાં ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાહુલનું ભાષણ લોકસભામાં બપોરે 12 વાગ્યે થશે. ડિબેટના પહેલા દિવસે પણ રાહુલના ભાષણની ચર્ચા થઈ હતી, પરંતુ ગૌરવ ગોગોઈએ તેની શરૂઆત કરી હતી.
આ પ્રસ્તાવ પર ગૃહમંત્રી અમિત શાહ પણ ભાષણ આપી શકે છે. મંગળવારે સરકાર વતી નિશિકાંત દુબેએ જવાબ આપ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં ભાજપના સાંસદોએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું અને ભ્રષ્ટાચાર ભારત છોડોના નારા લગાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારત છોડો આંદોલનના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્વીટ કર્યું- ભારત કહી રહ્યું છે કે ભ્રષ્ટાચાર ભારત છોડો, વંશવાદ ભારત છોડો.