Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ આજે વિપક્ષી નેતાઓ સાથે જશે કાશ્મીર, સરકારે કહ્યુ - શાંતિ કાયમ રાખવામાં આવશે અવરોધ

રાહુલ આજે વિપક્ષી નેતાઓ સાથે જશે કાશ્મીર, સરકારે કહ્યુ - શાંતિ કાયમ રાખવામાં આવશે અવરોધ
, શનિવાર, 24 ઑગસ્ટ 2019 (10:54 IST)
જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારે રાત્રે નિવેદ્ન અરજુ કરી રાજનેતાઓને ઘાટીની યાત્રા ન કરવા કહ્યુ, કારણ કે તેનાથી ધીરે ધીરે શાંતિ અને સામાન્ય જનજીવન કાયમ કરવામાં અવરોધ પહોંચશે. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે રાજનેતાઓની મુલાકાત જેના પર રોકનું ઉલ્લંઘન કરશે જે ઘાટીના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. આ નિવેદન કાશ્મીરી લોકોને મળવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના સભ્યોની શનિવારે પ્રસ્તાવિત યાત્રા છે.  જમ્મુ કાશ્મીર પાસેથી વિશેષ રાજયનો દરજ્જો પરત લીધા પછીથી કાશ્મીરમાં રોક લાગી ગઈ છે. 
 
રાહુલ ગાંધીની સાથે ગુલામ નબી આઝાદ, સીપીઆઇના ડી રાજા, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી, ડીએમ ટી શિવા, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા સામેલ છે.  રાહુલ ગાંધી સહિત તમામ નેતા ત્યાની પરિસ્થિતિનું નીરિક્ષણ કરશે અને સ્થાનિક નેતાઓ સિવાય લોકો સાથે પણ મુલાકાત કરશે.
 
આ અગાઉ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યુ હતું કે, વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવાની મંજૂરી આપવી જોઇએ. રાહુલ ગાંધીએ રાજ્યપાલ મલિકને સંબોધિને ટ્વિટ કર્યું હતું કે, તે વિપક્ષના નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ આવવાનું આમંત્રણ સ્વીકાર કરવા માંગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pizza ખાનારા થઈ જાય સાવધ, પીઝા હટમાં જાણો કેવી છે બેદરકારી