Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબઃ RSSની શાખાઓ અને હિન્દુ નેતાઓ પર થઈ શકે છે આતંકવાદી હુમલો, IBએ જાહેર કર્યું એલર્ટ

પંજાબઃ RSSની શાખાઓ અને હિન્દુ નેતાઓ પર થઈ શકે છે આતંકવાદી હુમલો, IBએ જાહેર કર્યું એલર્ટ
, બુધવાર, 24 નવેમ્બર 2021 (13:22 IST)
પંજાબમાં આતંકી હુમલાનું IBનું એલર્ટ
 
પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI પંજાબમાં મોટી સંખ્યામાં આતંકી હુમલાઓ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. ખાસ કરીને RSSની શાખાઓ અને હિન્દૂ નેતાઓને નિશાન બનાવી શકે છે. આઈબીએ પંજાબ સરકારને એલર્ટ આપ્યું છે. IBના એલર્ટ બાદ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. નાયબ મુખ્યમંત્રી સુખજીન્દર સિંહ રંધાવાએ તમામ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને ત્રીજા ભાગમાં અધિકારીઓને નાઈટ પેટ્રોલિગ કરવા આદેશ આપ્યા છે.
 
તાજેતરમાં 21 નવેમ્બરના રોજ મોડી રાતે પઠાનકોટમાં સેનાના કેમ્પ પાસે બાઈક પર આવેલા અજ્ઞાત શખ્સોએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ ઘાયલ નહોતું થયું. આ હુમલા પાછળ ISIનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 15 ઓગસ્ટ બાદ અત્યાર સુધીમાં 25થી વધુ વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં દાખલ થઇ ચુક્યા છે. હથિયારો, હેરોઇન અને ટિફિન બોમ મોકલવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં 11 જેટલા ટિફિન બોમ મળી આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

થોડું ડ્રગ્સ-ગાંજો રાખશો તો ગુનો નહીં- ઓછી માત્રામાં ડ્રગ્સ રાખવું ગુનો નહીં બને, સરકાર સંસદમાં બિલ રજૂ કરશે, આર્યન કેસ બાદ ઉઠી હતી માંગ