Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PSIની ભરતીમાં એક કરતાં વધુ અરજી કરનાર અને જનરલ કેટેગરીના ફી ન ભરનારા ઉમેદવારોની 97 હજારથી વધુ અરજીઓ રદ

PSIની ભરતીમાં એક કરતાં વધુ અરજી કરનાર અને જનરલ કેટેગરીના ફી ન ભરનારા ઉમેદવારોની 97 હજારથી વધુ અરજીઓ રદ
, બુધવાર, 24 નવેમ્બર 2021 (09:58 IST)
ગુજરાત પોલીસમાં ભરતીની મોસસમાં લાખો ઉમેદવારોએ PSI અને LRD બનવા માટે ફોર્મ ભર્યા છે. આગામી ડિસેમ્બર મહિનાની 3 તારીખથી PSI અને LRD બંને માટે શારીરિક દોડની પરીક્ષા યોજાવવાની છે. જે પહેલા PSI ભરતી બોર્ડ દ્વારા PSI માટે ઉમેદવારે કરેલી એકથી વધુ અરજીઓ રદ કરી છે અને જે જનરલ કેટેગરીમાં ઉમેદવાર આવે છે અને ફી ભરી નથી તેમની અરજીઓ પણ રદ કરી દેવામાં આવી છે. એકથી વધુ અરજી કરી હોય અને રદ કરવામાં આવી હોય એવી 85069 અને ફી ન ભરી હોય એવી 12645 એમ કુલ 97714 અરજીઓ રદ કરવામાં આવી છે. PSI ભરતી બોર્ડે જણાવ્યું છે કે, PSI કેડરની ભરતી માટે કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલી હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલી અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલી અરજીઓ રદ કરવામાં આવી છે. જ્યારે ભરતી માટે કરવામાં આવેલી અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલી નથી તેઓની અરજી રદ કરવામાં આવેલી છે. બંને માટે રદ થયેલી અરજીઓનો કન્ફર્મેશન નંબર જો psirbgujarat2021.in વેબસાઈટ પર ઉમેદવાર જોઈ શકશે. 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની અને PSIની 1,382 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ માટેની શારીરિક કસોટી LRD ઉમેદવારોની સાથે જ યોજાશે. ઉમેદવારોને શારીરિક કસોટીમાં 50માંથી માર્ક્સ આપવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tomato Price- ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા, ઘણા રાજ્યોમાં ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા