Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રવીણ તોગડિયા લોકસભા ચૂંટણીમાં PM મોદીને આપી શકે છે પડકાર

પ્રવીણ તોગડિયા લોકસભા ચૂંટણીમાં PM મોદીને આપી શકે છે પડકાર
નવી દિલ્હી. , શનિવાર, 2 માર્ચ 2019 (13:26 IST)
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવીણ તોગડિયાએ ગુરૂવારે કહ્યુ કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશની બધી 80 લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને તે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી મેદાનમાં ઉતરી શકે છે.  
 
તોગડિયાએ અહી સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યુ કે આવનારા લોકસભા ચૂંટણીમાં તેમનુ હિન્દુસ્થાન નિર્માણ દળ પ્રદેશની એશી સીટો સહિત આખા દેશમાં ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે તેમણે વારાણસી, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડવાનુ આમંત્રણ મળ્યુ છે. 
 
એવુ પણ બની શકે છે કે કે તેઓ પ્રધાનમંત્રીના સંસદીય ચૂંટણી ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. તોગડિયાએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી પછી જો તેમની પાર્ટી સત્તામા6 આવે તો એક અઠવાડિયાની અંદર અધ્યાદેશ લાવીને અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવશે અને 5 વર્ષ સુધી સીમા પર એક પણ સૈનિકને શહીદ નહી થવા દેવામાં આવે.  
 
તેમણે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે તેમને લગભગ 5 વર્ષના કાર્યકાળમાં સીમા પર અનેક સૈનિક શહીદ થયા. તેમણે કહ્યુ કે અમે સત્તામં આવ્યા તો પત્થરબાજો વિરુદ્ધ મોટી કાર્યવાહીનો આદેશ આપીશુ. તોગડિયાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અને અલગાવવાદીઓના પ્રતિ મોદી સરકારના ઢીલા વલણને કારણે જ સીમા પર સૈનિક શહીદ થઈ રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હજુ પણ આતંકવાદની સાથે પાક, બોલ્યા - પુલવામાં હુમલા માટે જૈશ જવાબદાર નથી