rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીનુ મોટુ નિવેદન - હાલ પાયલોટ પ્રોજેક્ટ થયો છે, આ પ્રેકટિસ હતી હવે રિયલ કરીશુ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવા પહોંચ્યા.  નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ, તમે લેબોરેટરીમાં જીવન વિતાવનારા લોકો છો. પહેલા એક પાયલટ પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થયા પછી સ્કેલ અપ કરવામાં આવે છે.. તો હાલ તાજેતરમાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો."
 
પ્રધાનમંત્રી મોદીની આ વાત પર ત્યા હાજર વૈજ્ઞાનિકોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યુ. તાળીઓ વચ્ચે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા તો પ્રેકટિસ હતી હવે રિયલ કરવાનુ છે. 
 
જો કે પ્રધાનમંત્રી મોદીએ કોઈનુ નામ નથી લીધુ નએ ન તો કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેડક્રોસ દ્વારા કેમ સોંપવામાં આવે યુદ્ધબંદી, અભિનંદનને પણ આ જ રીતે મુક્ત કરશે પાકિસ્તાન