Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Independence Day : PM મોદીએ કરી જાહેરાત દેશના બધા સૈનિક શાળાના બારણા છોકરીઓ માટે ખુલ્યા

PM modi independence day samachar in gujarati
, રવિવાર, 15 ઑગસ્ટ 2021 (11:28 IST)
મહિલા સશક્તિકરણની દિશામાં મોટું પગલું ભરતા સરકારે હવે દેશની તમામ સૈનિક શાળાઓના દરવાજા છોકરીઓ માટે ખોલી દીધા છે, જેથી તમામ શાળાઓમાં હવે છોકરાઓ તેમજ છોકરીઓને પણ પ્રવેશ 
આપવામાં આવશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ રવિવારે 75 મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાંગણ પરથી પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું કે ભારતની દીકરીઓ દેશમાં દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવા પ્રયાસ કરી રહી છે અને તેથી સરકારે હવે નક્કી કર્યું છે કે તમામ સૈનિક શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે.
 
તેમણે કહ્યું કે આજે હું દેશવાસીઓ સાથે ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશા મળતા હતા કે તેઓ પણ સૈનિક શાળામાં ભણવા માગે છે, સૈનિક શાળાઓના દરવાજા તેમના માટે પણ ખોલવા જોઈએ. આજે ભારતની દીકરીઓ પોતાની જગ્યા લેવા આતુર છે. અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રથમ વખત દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ પણ દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019 માં સરકારે દેશમાં છોકરીઓ માટે 5 સૈનિક શાળાઓના દરવાજા ખોલ્યા, પરંતુ આજે વડાપ્રધાને મોટો નિર્ણય લીધો અને કહ્યું કે હવે તમામ સૈનિક શાળાઓમાં છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે. તેને મહિલા સશક્તિકરણ અને સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભાગીદારી વધારવા તરફના એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નવું સૂત્ર, કહ્યું, ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે