Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Live - ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનુ F-16 વિમાન ઠાર કર્યુ, ભારતે પાકિસ્તાનેન આપ્યો જવાબ

Live -  ભારતીય વાયુસેનાએ  પાકિસ્તાનનુ F-16 વિમાન ઠાર કર્યુ,  ભારતે પાકિસ્તાનેન આપ્યો જવાબ
, બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (12:00 IST)
- ભારતે કહ્યુ ગઈકાલે ઘુસીને પાકિસ્તાનને માર્યુ.. આજે એ ઘુસ્યુ તો તેને પણ માર્યુ. 
- પાક વિમાન ભારતીય સીમાની અંદર ત્રણ કિલોમીટર સુધી ઘુસી આવ્યુ હતુ 
 
પાકિસ્તાનના બે  જેટ ભારતીય વાયુસીમામાં ઘુસ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કાશ્મીરના રાજૌરી સેક્ટરના નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની વિમાનોને ભારતીય વાયુ સીમાનુ ઉલ્લંઘન કર્યુ. પણ વાયુસેનાની કાર્યવાહી પછી પાકિસ્તાની જેટ ઉભી પૂંછડિયે ભાગ્યુ. એવુ માનવામાં આવી રહ્યુ છેકે પાકિસ્તાનના બાલાકોટ પર મંગળવારે સવારે 3.30 વાગ્યે ભારતીય વાયુસેનાએ એયર સ્ટ્રાઈક કરી હતી. જેના જવાબમાંથ હવે પાકિસ્તાને પોતાના જેટ સીમા પાર મોકલ્યા છે.  પાકિસ્તાનએ મંગળવારે જ ચેતાવણી આપતા કહ્યુ હતુ કે તે ભારત જવાબી કાર્યવાહી માટે તૈયાર રહે. 
webdunia
આ ઉપરાંત શ્રીનગર એયરપોર્ટ પર બધી ઉડાનો પર રોક લગાવી દેવામાં આવી છે. સુરક્ષા કારણોસર અનેક નાગરિક ઉડાનોને રોકવામાં આવી છે. લેહ, જમ્મુ, શ્રીનગર અને પઠાનકોટ એયરપોર્ટ હાઈ એલર્ટ પર છે.  આ દરમિયાન એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે બડગામમાં ભારતીય વાયુસેનાનુ એક ફાઈટ જેટ પણ ક્રેશ થયુ છે. વિમાનના કાટમાળમાંથી બે શહીદ થયેલા જવાનોના મૃતદેહ જપ્ત થયા છે.  બડગામના એસએસપીએ કહ્યુ છે કે ક્રેશ થનારુ વિમાન સેનાનુ છે અને વાયુસેનાની ટેકનિકલ ટીમ તેની તપાસ કરશે. 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારે થયેલ એયરસ્ટ્રાઈક પછી સાંજે જ પાકિસ્તાન LoC પર જોરદાર ફાયરિંગ કરી રહ્યુ છે.  આર્મીના સૂત્રો મુજબ 26 ફેબ્રુઆરીની સાંજથી પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં LoC પર 50 સ્થાન પર બોમ્બારી કરી હતી. આમ તો  છેલલ ત્રણ દિવસોથી સતત પાકિસ્તાની સેના બોર્ડર પર ગોળીબારી કરી રહી છે. પણ મંગળવારે સાંજે આ ખૂબ વધી ગઈ હતી. ભારતીય સેનાનુ કહેવુ છેકે તેઓ તેમને જબડાતોડ જવાબ આપશે. 
 
ક્યા થઈ હતી એયર સ્ટ્રાઈક - ભારતીય વાયુસેનાના 12 મિરાજ-2000 લડાકૂ વિમાનોએ મંગળવારે અવારે નિયંત્ર્ણ રેખા (LoC) પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમમ્દના ટેરર કૈપ્સને બરબાદ કરી દીધુ. જમ્મુ કાશ્મીરના પુલવામાંમા  CRPF ના કાફલા પર થયેલ હુમલાના લગભગ બે અઠવાડિયા પછી વાયુસેનાના આ મલાને સર્જીકલ સ્ટ્રાઈક 2નુ નામ આપવામાં આવી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

After Air Strike Sensex Today : 165 અંક તેજી સાથે ખુલ્યો સેંસેક્સ, નિફ્ટીમાં 46 અંકની તેજી