rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Operation Sindoor ના જવાબમાં પાકિસ્તાનનો હુમલો... Poonch માં ગોળીબારીથી 15 નિર્દોષ નાગરિકોના મોત

poonch firing
, ગુરુવાર, 8 મે 2025 (13:11 IST)
poonch firing
Pakistan Attack in Poonch: 7 મે ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓ પર ભીષણ બોમ્બારિંગ કરી છે. આ સૈન્ય કાર્યવાહીમાં લગભગ 90 આતંકવાદીઓનો નાશ કર્યો છે. જે પહેલગામ હુમલા માટે જવાબદાર માનવામાં આવી રહ્યા હતા. આ જવાબી કર્યવાહીથી પાકિસ્તાન હચમચી ગયુ છે અને તેનો બદલો નિર્દોષ નાગરિકોથી લેવાનુ શરૂ કરી દીધુ છે.  ભારતીય સેનાએ માહિતી આપી છે કે પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC)  પર કરવામાં આવેલ ગોળીબારીમાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે. જ્યારે કે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર હજુ પણ ચાલી રહ્યો છે અને તણાવનુ વાતાવરણ કાયમ છે.  
 
પૂંછમાં પાકિસ્તાની ગોળીબારીથી દહેશત 
પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જીલ્લામાં મોર્ટાર અને તોપખાનાથી ભારે હુમલો કર્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં તોપમારો થયો, જેના કારણે સામાન્ય લોકોના ઘરોને પણ નુકસાન થયું. ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પર એક ગોળો પડ્યો, જેનાથી દરવાજા અને બારીઓના કાચ તૂટી ગયા. ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ નરિન્દર સિંહે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોને સલામત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.
 
પહેલગામ હુમલાથી ભડક્યો ઘટનાક્રમ 
આ સમગ્ર સ્થિતિની શરૂઆત પહેલગામમાં થહેલ ભીષણ આતંકવાદી હુમલાથી થઈ હતી.  જેમા 26 નિર્દોષ યાત્રાળુઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા. આ હુમલો એવા સમયે થયો જ્યારે પર્યટક કાશ્મીરમાં ગરમીનો આનંદ લેવા  પહોચ્યા હતા.  આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરવામાં આવી હતી. આ પછી, ભારત સરકાર અને સેનાએ આતંકવાદીઓ સામે સીધી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને 7 મેના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલાથી આતંકવાદી નેટવર્કને ભારે નુકસાન થયું.
 
ભારતેઆપી ચેતાવણી 
ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યુ છે કે પાકિસ્તાનની દરેક નાપાક હરકતનો જબડાતોડ જવાબ આપવામાં આવશે.  પાકિસ્તાન દ્વારા નાગરિકોને નિશાન બનાવવા નિંદનીય છે અને તેનાથી તેની ગભરાટ સ્પષ્ટ દેખાય રહી છે.  સેનાએ એ પણ સ્પષ્ટતા કરી કે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થાનિક લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી રહી છે. પરિસ્થિતિ જોતાં, ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં વધુ બદલો લેવાની અપેક્ષા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GSEB SSC Supplementry Board Exam ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓ ફટાફટ ભરી દો પૂરક પરીક્ષાના ફોર્મ