Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતનાં બે પાડોશી રાજ્યોમાં નવા 16 કેસ, કેટલો ખતરનાક છે નવો વૅરિયન્ટ?

ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતનાં બે પાડોશી રાજ્યોમાં નવા 16 કેસ, કેટલો ખતરનાક છે નવો વૅરિયન્ટ?
, સોમવાર, 6 ડિસેમ્બર 2021 (09:28 IST)
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસ નોંધાયા છે.
 
આ સાથે ગુજરાતના અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવ કેસ નોંધાયા છે ,આ સાથે ભારતમાં કેસની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.
 
નવા સાત કેસ પૈકી છ કેસ પીંપરી-ચિંચવાડમાં નોંધાયા છે અને એક કેસ પુણેનો હોવાનું જાણવા મળ્યું છે.
 
રવિવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ અગાઉ કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.
 
કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટે સરકારની સાથે-સાથે સામાન્ય લોકોની ચિંતા પણ વધારી દીધી છે.
 
સામાન્ય લોકોનાં મનમાં ઓમિક્રૉન વૅરિયન્ટ અંગે અનેક સવાલો પણ છે જેમ કે આ વૅરિયન્ટ શું છે, તે કેટલો ખતરનાક છે, તેનાં લક્ષણો શું અન્ય વૅરિયન્ટ કરતાં જુદાં છે?
 
ઓમિક્રૉન શું છે?
સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાઇરસના વૅરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા 'ઓમિક્રૉન' નામ આપવામાં આવ્યું છે. આ વૅરિયન્ટનું વૈજ્ઞાનિક નામ B.1.1.529 છે.
 
થોડા સમય પહેલાં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ વૅરિયન્ટને 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન'ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

S-400 થી લઈને AK-203 રાઇફલ સુધી, 10 પોઈન્ટમાં સમજો કે પુતિનની ભારત મુલાકાત શા માટે એટલી મહત્વપૂર્ણ છે, કયા કરારો પર ચર્ચા કરવામાં આવશે