Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હી ખાતે જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હી ખાતે જેટલી દ્વારા બોલાવાયેલી બેઠકમાં ભાગ લીધો
, બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:12 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજરોજ દિલ્હી ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ બોલાવેલી બેઠકમાં આગામી કેન્દ્રીય બજેટ માટે ગુજરાતને રજૂઆતો કરી હતી. અરૂણ જેટલીએ દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આસામના મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રીની એક બેઠક બોલાવી હતી, જેમાં આગામી કેન્દ્રીય બજેટ અંગે તેમજ જી.એસ.ટી. બાબત ચર્ચા-વિચારણા કરી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમા નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં જી.એસ.ટી.ની અમલવારી સારી રીતે થઇ રહી છે, રાજ્યની આવક જળવાઇ રહે અને કોઇ વેપારીને કનડગત ન થાય તે માટે ઇ-વે બીલનો તબક્કાવાર અમલ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરાનું પ્રેમીયુગલ ન્યૂઝિલેન્ડના દરિયામાં તણાયું, પતિનું મોત પત્ની બચી ગઈ