Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: બેકરીના નામ પર થઈ બબાલ, દુકાનમાં તોડફોડ કરતા વીડિયો થયો વાયરલ

bakery shop AI image
, સોમવાર, 12 મે 2025 (12:50 IST)
bakery shop AI image
Viral Video: હૈદરાબાદથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. જ્યા એક સમૂહે બેકરી શોપ પર હુમલો કર્યો. હૈદરાબાદથી એક હેરાન કરનારો વીડિયો સામે આવ્યો છે. જ્યા એક સમુહે બેકરી શોપ પર હુમલો કર્યો. દુકાનના માલિક મુજબ લોકોએ દુકાન પર લાગેલા નામના બોર્ડ પર જેના પર કરાંચી લખ્યુ છે તેના પર હુમલો કરી રહ્યા છે. 

 
દુકાનદારે પહેલા હુમલો કરનારાઓને આવુ કરવાથી રોક્યા પણ જ્યારે તેઓ માન્યા નહી તો દ્કાનદારે પોલીસને બોલાવી જ્યારબાદ પોલીસે  સમુહને ત્યાથી હટાવ્યુ.  પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી નથી. ફક્ત ભવિષ્યમાં આવુ ફરીથી ન કરવાની ચેતાવણી આપીને તેમને ત્યા છોડી દેવામાં આવ્યા. પણ પછી તેમના પર પોલીસ દ્વારા અશાતિ ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.  
 
સમૂહની માંગ છે કે બેકરીનુ નામ બદલવામાં આવે. તેમના નામ બદલવાની માંગ પાછળનુ કારણ તેમણે પહેલગામમાં તાજેતરમાં થયેલો હુમલો  બતાવ્યો છે. દુકાનદારના માલિકે નામ બદલવાથી ઈંકાર કરતા કહ્યુ કે તેમનો પરિવાર ભાગલા સમયે કરાંચીથી ભારત આવ્યો હતો. તેથી આ નામ તેમને માટે ખૂબ મહત્વ ધરાવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિરાટ કોહલીનુ મોટુ એલાન, ટેસ્ટ ક્રિકેટમાંથી લીધુ રિટાયરમેંટ