મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકએ સમીર વાનખેડે પર નવુ આરોપ લગાવ્યુ છે. દાવો કરાયા છે કે 2006માં સમીરનો નિકાહ થયુ હતું. નવાબ મલિકે ટ્વિટ કરીને કહ્યું કે, 'વર્ષ 2006માં 7 ડિસેમ્બર, ગુરુવારે રાત્રે 8 વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશી વચ્ચે લગ્ન થયાં હતાં. આ લગ્ન લોખંડવાલા કોમ્પ્લેક્સ, અંધેરી (વેસ્ટ), મુંબઈમાં થયા હતા.
મહારાષ્ટ્રના મંત્રીએ અન્ય એક ટ્વિટમાં લખ્યું, 'લગ્નમાં મેહર તરીકે 33 હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આમાં સાક્ષી નંબર 2 અઝીઝ ખાન હતો. તે યાસ્મીન દાઉદ વાનખેડેનો પતિ છે જે સમીર દાઉદ વાનખેડેની બહેન છે.
નવાબ મલિકે નિકાહનામા સાથે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીના લગ્નની તસવીર પણ પોસ્ટ કરી હતી.
આ પહેલા નવાબ મલિકે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં તેણે વાનખેડેની જાતિ, જન્મ પ્રમાણપત્રને લગતા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે એન્ટી-નાર્કોટિક્સ એજન્સીની અંદર 'રિકવરી ગેંગ' ચલાવવામાં આવી રહી છે.