Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી મંત્રીમંડળ વિસ્તાર 2021 - 13 વકીલ, 6 ડોક્ટર, 5 એજીનિયર અને 7 લોક સેવકોનો સમાવેશ, જાણો કેવી રહેશે પીએમ નરેન્દ્ર મોદીની નવી ટીમ

11 મહિલાઓ, 27 OBC અને 12 SC

મોદી મંત્રીમંડળ વિસ્તાર 2021 - 13 વકીલ, 6 ડોક્ટર, 5 એજીનિયર અને 7 લોક સેવકોનો સમાવેશ, જાણો કેવી રહેશે પીએમ નરેન્દ્ર મોદીની નવી ટીમ
, બુધવાર, 7 જુલાઈ 2021 (16:49 IST)
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે. આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં 43 મંત્રીઓને શપથ અપાવાશે.  મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે, તો કેટલાક મોટા ચેહરાઓને બહાર કરવઆમાં આવ્યા છે. આ વખતે મંત્રીમંડળમાં જ્યાં યુવાનો મહત્વ આપવામાં આવી રહ્યુ છે તો બીજી બાજુ મહિલાઓની ભાગીદારી પણ વધારવામાં આવી રહી છે.   આ ઉપરાંત જાતીય સમીકરણને પણ સાધવાની કોશિશ કરવામાં આવી છે. 
 
સૂત્રો મુજબ, પીએમ નરેન્દ્ર મોદી આ વખતે જ્યોતિરાધિત્ય સિંઘિયા જેવા યુવા ચેહરાને કેબિનેટમાં પ્રાથમિકતા આપી છે અને નવા મંત્રીમંડળની સરેરાશ આયુ 58 વર્ષ રહેશે.  આ ઉપરાંત એ પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે સરકારમાં કાયદા અને અન્ય તકનીકી વિષયોના માહિતગારોની સંખ્યા વધારવામાં આવે. 13 વકીલ, 6 ડોક્ટર, 5 એજીનિયર અને 7 લોક સેવકોને મંત્રી પદ આપવામાં આવી રહ્યુ છે. 
 
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સરકારે જ્યા એક બાજુ ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી જન-ધન યોજના માટે મોટી સંખ્યામાં મહિલાઓને પાર્ટી સાથે જોડ્યા છે તો આ વખતે કેબિનેટમાં અડધી વસ્તીની ભાગીદારી પણ વધારવામાં આવી રહી છે.  એવુ કહેવાય રહ્યુ છ એકે નવા મંત્રીમંડળમાં રેકોર્ડ 11 મહિલા મંત્રી રહેશે. મોદી સરકારે જાતિગત સમીકરણને સાધવામાં કોઈ કસર નથી છોડી. નવા મંત્રીમંડળમાં રેકોર્ડ 27 ઓબીસી મંત્રી હશે તો 5 અલ્પસંખ્યક મંત્રી હશે. નવા મંત્રીમંડળમાં 12 એસસી મંત્રી અને રેકોર્ડ 8 એસટી મંત્રી હશે. 
 
નવા મંત્રીમંડળમાં અનુભવને પણ મહત્વ આપવામાં આવ્યું છે. હવે 46  મંત્રી કેન્દ્ર સરકારમાં પૂર્વ અનુભવવાળા રહેશે, 4 ભૂતપૂર્વ મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત દેશના લગભગ દરેક ભાગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નવી કેબિનેટમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રધાનો રહેશે. નવી કેબિનેટમાં ઉત્તર પ્રદેશના પૂર્વાચલ, અવઘ, બ્રજ,  બુંદેલખંડ, રુહેલખંડ, પશ્ચિમ પ્રદેશ અને હરીત પ્રદેશના પણ મંત્રી રહેશે. ઉત્તર-પૂર્વના ચાર રાજ્યોમાંથી પાંચ મંત્રી રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM Modi Cabinet Reshuffle LIVE: હર્ષવર્ઘન, બાબુલ સુપ્રિયો, ગંગવાર સહિત 11 મંત્રીઓએ આપ્યુ રાજીનામુ