Miss Universe India 2025- મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 રાજસ્થાનના જયપુરમાં યોજાઈ હતી, જેમાં મણિકા વિશ્વકર્મા જીતી હતી અને સૌંદર્ય સ્પર્ધાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અગાઉ 2024માં, મણિકાને મિસ યુનિવર્સ રાજસ્થાન માટે પસંદ કરવામાં આવી હતી અને હવે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ જીત્યા બાદ, તે થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે, જે આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે.
મનિકા વિશ્વકર્મા કોણ છે?
મણિકા વિશ્વકર્મા વ્યવસાયે મોડેલ છે અને રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તે દિલ્હીમાં રહે છે અને તેના મોડેલિંગ કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
હવે તે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025 જીત્યા પછી ચર્ચામાં આવી છે. આ જીત પછી, મનિકાએ સ્ટેજ પર પોતાની ખુશી વ્યક્ત કરી અને તેના માર્ગદર્શકોનો આભાર માન્યો. તેણીએ જણાવ્યું કે તેણીએ આ મુશ્કેલ સફર કેવી રીતે પૂર્ણ કરી અને તેના માર્ગદર્શકોએ તેણીને આમાં ઘણી મદદ કરી