ચીન સાથેના અમારા હાલના વિવાદના કેન્દ્રમાં દરબુક-શ્યોક-દૌલત બેગ ઓલ્ડિ રોડ છે. સિયાચિન અને દૌલત બેગ ઓલ્ડિ (ડીબીઓ) એ કારાકોરમ રેન્જનો ભાગ છે. કારાકોરમ રેન્જમાં નિયંત્રણને મજબૂત બનાવવા માટે આપણે ડીબીઓ પર પકડ પણ વધારવી પડશે. સિયાચીન માટેનો રસ્તો છે. બેઝ કેમ્પ સુધી આપણી પહોંચ છે. પરંતુ આપણી પાસે ડીબીઓ સુધી પહોંચવાનો રસ્તો નહોતો.
આપણે ઇચ્છીએ છીએ કે ઓછામાં ઓછું એક બ્રિગેડ સેક્ટર ત્યાં ગોઠવાય. રસ્તાના નિર્માણથી આ શક્ય છે. જો આપણે આવુ કરીશું તો ચીનને આપણા જવાબમાં કે આપણને પરેશાન કરવા માટે આ વિસ્તારમાં ઓછામાં ઓછો એક વિભાગ ગોઠવવો પડશે. એનો મતલબ આપણા કરતા વધારે. આપણે આ ક્ષેત્રમાં મજબુત બની રહ્યા છીએ, તેથી જ ચીનને આંચકો લાગ્યો છે.
હાલમાં અહી લદાખ સ્કાઉટ અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો ગોઠવવામાં આવ્યા છે. જો આપણને ડીબીઓમાં મોટી સંખ્યામાં સૈનિક ડિપ્લોય કરવા હોય તો માર્ગ કે લોજિસ્ટિક્સ વિના થઈ શકશે નહીં.
3 કારણો
જાણો કે શા માટે આ માર્ગ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
નિયંત્રણ
ચીનને ભારતના જે માર્ગથી આપત્તિ છે તે માર્ગ લેહને દૌલત બેગ ઓલ્દી(ડીબીઓ)સાથે જોડે છે. જે વ્યૂહાત્મક રીતે એકદમ મહત્વપૂર્ણ છે. આ આપણને કારાકોરમ રેન્જ પર મજબૂત બનાવે છે. અહી આપણી નિયંત્રણ કરવાની ક્ષમતા વધશે. દૌલત બેગ ઓલ્ડિ લદ્દાખનો ઉત્તરીય ખૂણો છે. લશ્કરી ભાષામાં તેને સબ-સેક્ટર નોર્થ પણ કહેવામાં આવે છે.
અક્સાઇ ચીનની નજીક એલએસીથી દૌલાત બેગ ઓલ્ડિ 10 કિ.મી.થી પણ ઓછા અંતરે છે. આ વિસ્તારમાં માર્ગ બનવાથી આપણે એલએસીના ખૂબ નિકટ આપણી ગતિવિધિઓ વધારી શકીશુ. આ સમગ્ર ક્ષેત્રમાં આપણી નજર પણ મજબૂત બનશે.
આપૂર્તિ
ડીબીઓમાં જ દુનિયાની સૌથી ઊંચી એયર સ્ટ્રિપ છે. જેની દેખરેખ, ફ્યુલ, જહાજોના સ્પેયર અને અન્ય પ્રકારની વસ્તુઓની સપ્લાય ફક્ત જહાજથી જ શક્ય નથી. માર્ગ બની જવાથી આ સરળ બનશે. યુદ્ધની સ્થિતિમાં પણ માર્ગની ખૂબ જરૂર પડશે.
વાહનવ્યવ્હાર
આ માર્ગ ઑલ વેધર રોડ છે. જેના પર સેનાએ 37 પ્રી ફૈબ્રીકેટેડ અને આરસીસીના પુલ બનાવ્યા છે. આ અવરજવર માટે ખૂબ સુવિદ્યાજનક છે. પહેલા આ વિસ્તાર શ્યોક નદીમાં પૂર ને કારણે અવર-જવરને લાયક રહેતો નહોતો. માર્ગની ઊંચાઈ ખૂબ વધુ છે. આ જુદા જુદા સ્થાન પર 13 હજાર ફીટથી લઈને 16 હજાર ફિટ સુધી ઊંચી છે. તેને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) બનાવી રહ્યુ છે.
એક્સપર્ટ : લેફ્ટિનેંટ જનરલ સૈયદ અતા હસનૈન (રિટાયર) સાથેની વાતચીત પર આધારિત.