જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં રવિવારે એક મોટી દુર્ઘટના લગભગ ટળી હતી. ટેક્નિકલ ખામીના કારણે ગુલમર્ગ ગોંડોલાના ટાવર નંબર 1 પર કેબલ વાયર તૂટી ગયો હતો જેના કારણે લગભગ 20 કેબિન હવામાં લટકી હતી. આ કેબિનોમાં 120 થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કેવી રીતે થયો અકસ્માત?
વિશ્વની સૌથી ઊંચી કેબલ કારમાંથી એક ગુલમર્ગ ગોંડોલા રવિવારે અચાનક બંધ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ સમસ્યા ત્યારે થઈ જ્યારે ગોંડોલાનો કેબલ વિંચ પરથી સરકી ગયો. જેના કારણે સમગ્ર કેબલ કાર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી અને ઘણી કેબીનો હવામાં લટકતી રહી ગઈ હતી.