આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગ,ઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે જરૂરી રહેશે.
વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને 2019ની ચૂંટણીમાં ભાજપાના પ્રદર્શન પર અટકળો પણ લગાવાય રહી છે. રાજનીતિમાં આવતા પહેલા ચૂંટણી વિશ્લેષક રહી ચુકેલા યોગેન્દ્ર યાદવ પોતાના લેખમાં કહે છે કે હિન્દી પ્રદેશ રાજ્યોમાં ખરાબ પ્રદર્શન પછી ભાજપાની 2019ની લોકસભા ચૂંટણીમાં 100ની આસપાસ સીટો ઓછી થઈ શકે છે. પણ સીએસડીએસ લોકનીતિમાં યાદવના સહયોગી રહેલ સંજય કુમારના વિશ્લેષણ તેનાથી અલગ છે. તેમનુ માનવુ છે કે માઈક્રો મેનેજમેંટને કારણે ભાજપાને આ પ્રકારની ખોટ નહી થાય. હિન્દુસ્તાન ટાઈમ્સના ડેટા વિશ્લેષણ પણ કહે છે કે 2018માં જે પણ પરિણામ આવે એ જરૂરી નથી કે તે 2019નુ ટ્રેડ સેંટર હોય.
મુખ્ય વિચારણવા લાયક બિંદુ
1. રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં સારુ કે ખરાબ પ્રદર્શન વર્ષ 2019માં ભાજપાના પ્રદર્શનને લઈને યોગ્ય આકલન નથી હોઈ શકતુ.
2. વર્ષ 1999 થી 2004ની વચ્ચે ભાજપાએ હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ પણ પાર્ટીના કુલ આંકડા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખરાબ પ્રદર્શનને કારણે ઓછુ રહ્યુ.
3. વર્શ 2014માં ભાજપાએ અનેક એ સીટો પર મોટા અંતરથી જીત મેળવી જેમને વિરોધી પાર્ટીઓનો ગઢ માનવામાં આવતો હતો.
4. મોટા અંતરજી જીતી ગઈ તો મોટાભાગના સીટો પર ફરી જીત મળતી રહી છે. ફક્ત 1985થી 1989 વચ્ચે મોટા અંતરથી જીતી ગઈ અનેક સીટો પર એ જ પાર્ટીઓને ફરી જીત મળી નહી
2014માં મોટા અંતરથી જીતેલી સીટો વધારે
વર્ષ 2014ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપાએ કુલ 282 સીટોમાંથી 40 ટકાથી વધુ સીટોને 20 ટકાથી વધુ અંતરથી જીતી હતી. બીજી બાજુ માત્ર ચોથાભાગની સીટો હતી જ્યા જીતનુ અંતર દસ ટકાથી ઓછુ હતુ. ଓ
મોટી જીતવળી સીટો પર ફરી જીતની શક્યતા વધુ
વર્ષ 1984થી 2014 વચ્ચે લોકસભા ચૂંટણીમાં જીત હરના આંકડાનુ વિશ્લેષણ બતાવે છે કે જે સીતો પર મોટા અંતરથી જીત મળી ત્યા આગામી ચૂંટણીમાં જીતની પણ શક્યતા કાયમ રહે છે. જો કે 2004-09 અને 1984-1989માં તેનો અપવાદ બતાવે છે. જો કે 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી સહાનૂભૂતિ લહેરમાં કોંગ્રેસને બંપર જીત મળી હતી અને કોંગ્રેસ તેને 1989માં કાયમ ન રાખી શકી.
ભાજપાની મોટી જીત હતી 2014
2014ની જીત પણ ભાજપા માટે મોટી જીત હતી કારણ કે 30 વર્ષમાં કોઈ પાર્ટીને પહેલીવાર સરકાર ચલાવવા માટે 282 સીટો સાથે પૂર્ણ બહુમત મળ્યુ હતુ.