Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં પ્રેમિકાના પતિને ફસાવવા માટે મધ્યપ્રદેશથી લાવ્યો બોમ્બ બનાવવાની સામગ્રી

સુરતમાં પ્રેમિકાના પતિને ફસાવવા માટે મધ્યપ્રદેશથી લાવ્યો બોમ્બ બનાવવાની સામગ્રી
, બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:14 IST)
સુરતમાંથી વિસ્ફોટક સામગ્રી સાથે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ તેની પ્રેમિકાના પતિને ફસાવવા માટે કાવતરું ઘડ્યું હોવાનું સામે આવી રહ્યું છે.મળી રહેલી માહિતી મુજબ પોલીસે સોનુસિંગ નામના યુવકે તેની પ્રેમિકાએ છોડી દીધો હતો. જેનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો અને મધ્ય પ્રદેશ જઈને બોમ્બ બનાવવા માટે જરૂરી સામાન લઈ આવ્યો. આ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે આ સામાન તેની પ્રેમિકાના પતિના ઘરમાં મૂકીને તેને ફસાવવા માંગતો હતો.પોલીસે આરોપી પાસેથી તમામ સ્ફોટક સામગ્રી કબેજ કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે. આ મામલે પોલીસ આરોપી સોનુસિંગની પત્ની અને પ્રેમિકાની પણ પુછપરછ કરી રહી છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાર્કિંગની પળોજણ વચ્ચે ખેલૈયાઓ આજથી ગરબે ઘૂમશે